મુઝફ્ફરપુર: આજકાલ હત્યાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, બિહારના મુઝફ્ફરપુરમાં પ્રેમ સંબંધમાં એક પ્રેમી યુવકની નિર્મમ હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. જેમાં યુવકને લાઠી, ડંડા અને લોખંડના સળીયાથી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત, તેનું પ્રાઇવેટ પાર્ટ પણ કાપી દેવામાં આવ્યું. ઘટના જિલ્લાના કાંટી પોલીસ સ્ટેશન હદના રેપુરા રામપુરસાહ અને સોનવર્ષા ગામની હોવાનું સામે આવ્યું છે.
અન્વ મળ્યું છે કે, હત્યાની આ ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ આરોપી પરિવાર સાથે ઘર છોડીને ફરાર થઈ ગયા. ત્યારબાદ આક્રોશિત લોકોએ આરોપીઓના દરવાજા પાસે જ મૃતકના અંતિમ સંસ્કાર કરી દીધા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ તાત્કાલિક તપાસમાં લાગી ગઈ હતી. જ્યારે વિસ્તારમાં તણાવને જોતાં મોટી સંખ્યામાં પોલીસની ટીમ તૈનાથી કરી દેવામાં આવી છે.
મળતી જાણકારી મુજબ, રેપુરા નિવાસી મનીષ કુમારના દીકરા સૌરભની સોનવર્ષા ગામની યુવતી સાથે એક વર્ષથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. આ સંબંધ યુવતીના ઘરવાળાઓને સ્વીકાર્ય નહોતો. થોડાક મહિના પહેલા પણ યુવતીના પરિજનોએ સૌરભ સાથે મારઝૂડ કરી હતી અને પંચાયત પણ બોલાવવામાં આવી હતી. જેથી સૌરભના પિતાએ તેને બહાર મોકલી દીધો હતો. પરંતુ, ત્યારબાદ બહેનના લગ્નમાં સૌરભ ગામે આવ્યો હતો.
શુક્રવારની સાંજે સૌરભ અચાનક યુવતીને મળવા તેના ઘરે પહોંચી ગયો હતો. આ વાત પર યુવતીના પરિજન ખૂબ ગુસ્સે થયા હતા. તેમણે લાઠી, ડંડા અને લોખંડના સળીયાથી સૌરભ સાથે ખૂબ મારઝૂડ કરી જેના કારણે તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ, આરોપીઓએ સૌરભનું પ્રાઇવેટ પાર્ટ પણ કાપી નાખ્યું અને તેને એક ખાનગી હૉસ્પિટલમાં ભરતી કરાવી દીધો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
મૃતકના પિતા અને કાકાએ જણાવ્યું કે, સમજી વિચારીને કરવામાં આવેલા કાવતરા હેઠળ સૌરભને બોલાવવામાં આવ્યો અને તેની હત્યા કરવામાં આવી. તેમના જણાવ્યા મુજબ, દીકરાની હત્યા બાદ આરોપીઓએ પિતા મનીષ કુમારને તેમના ઘરે બોલાવ્યા અને હથિયારથી ધમકાવીને સાદા કાગળ પર લખાવી દીધું કે દીકરાએ ભૂલ કરી તો મારઝૂડ કરવામાં આવી છે અને તેને જીવીત સ્થિતિમાં હૉસ્પિટલ લઈ જવાયો છે.
તેમના જણાવ્યા મુજબ, યુવતીના કાકા પ્રશાંત કુમારે સૌરભની હત્યા કરી છે. શનિવારે સૌરભના મોત બાદ ગામમાં હોબાળો મચી જવા પામ્યો હતો. ત્યારબાદ પરિજનો દ્વારા કાંટી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરુ કરી છે. ઘટના બાદ આરોપી સમગ્ર પરિવાર ઘર બંધ કરીને ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું છે.
આ દરમિયાન, ગામના લોકોએ આરોપીઓના ઘર પર હુમલો કરી દીધો પરંતુ ત્યાં તૈનાત પોલીસે ભીડને રોકી દીધી. અંતમાં આક્રોશિત ગામ લોકો દ્વારા આરોપીઓના દરવાજા પર જ મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. વિસ્તારમાં આ હત્યાને લઈ ભારે તણાવની સ્થિતિ છે. તેને જોતાં મોટી સંખ્યામાં પોલીસ દળની તૈનાતી કરવામાં આવી છે.
કાંટી સહિત આસપાસના કરજા, પાનાપુર ઓપી, બ્રહ્મપુરા પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. સિટી એસપી રાજેશ કુમારે જણાવ્યું કે, મૃતકના પરિજનોના નિવેદન પર કેસ નોંધી લેવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધાર પર તથ્ય સામે આવશે. આરોપીઓની ધરપકડ માટે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.