વિશ્વભરના દરેક સમાજમાં પુરુષ અને સ્ત્રીના સહજીવનની શરુઆતની વિધિને લગ્ન ઓળખવામાં આવે છે. લગ્નપ્રથા આદિકાળથી ચાલતી આવી છે, જેમાં જ્ઞાતિમાં કે આંતરજ્ઞાતિય લગ્નો થાય છે. લગ્ન એ સમાજનું એક અંગ છે અને આધુનિક વિચારકો લગ્નને એક સંસ્થાન તરીકે ગણાવે છે.
ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં એક જાનમાં વરરાજા અને તેનો પરિવાર અને જાનૈયાઓને માર મારવામાં આવ્યો હતો. આ વાત તમને માનવામાં નહિ આ વાત એકદમ સાચી છે. નાંગલજાટ ગામમાં જાન મોડી પહોંચી હતી અને તેના કારણે વિવાદ થયો હતો. જોત જોતામાં જાનૈયાઓ અને છોકરીના સંબંધીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે વરરાજા અને ઘણા જાનૈયાઓને કન્યાપક્ષવાળાએ રૂમમાં બંધ કરી દીધા હતા. ઘણા લોકોના કપડા ફાડીને તેમને મારવામાં આવ્યા હતા.
ધામપુરના રહેવાસી એક યુવકે દોઢ મહિના પહેલા મુખ્યમંત્રી સમુહ લગ્ન યોજનામાં ગામ નાંગલજાટની રહેવાસી યુવતી સાથે બિજનૌરમાં નિકાહ કર્યા હતા. ગ્રામવાસીઓના જણાવ્યા પ્રમાણે કન્યાએ પોતાના સાસરીયાઓને સામાજિક રીતે નિકાહ ફરીથી યોજવાની માંગ કરી હતી. તેથી નક્કી કરવામાં આવ્યું હતું કે જાન આવશે અને જાન બપોરે આવશે પરંતુ જાન નાંગલાજાટ ગામમાં બપોરના બદલે સાંજે પહોંચી હતી.
મળતી જાણકારી અનુસાર, જાન મોડી આવવાના કારણે કન્યા અને વરપક્ષ વચ્ચે તકરાર થઈ હતી. વરપક્ષનો આરોપ છે કે કન્યાપક્ષના લોકોએ વરરાજા, તેના પરિવાર અને ઘણા જાનૈયાઓને રૂમમાં બંધ કરીને તેમના કપડા ઉતારીને માર માર્યો હતો. કન્યાપક્ષ સામે કન્યાને ભેટમાં આપવામાં આવેલા 80 હજાર રૂપિયા અને ઘરેણા પણ લઈ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
વિવાદ બાદ બચીને ભાગેલા જાનૈયાઓએ આપેલી માહિતીના આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે જાનૈયાઓને મુક્ત કરાવ્યા હતા. પોલીસ બંને પક્ષોને પોલીસ સ્ટેશને લાવી હતી. ત્યારબાદ કન્યા પણ પોલીસ સ્ટેશન આવી હતી અને સાથે જ પોતાના પતિ સાથે જવાની ના પાડી દીધી હતી. ઈન્સ્પેક્ટર કેપી શર્માના જણાવ્યા પ્રમાણે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.