મોગલ માં ના અપરંપાર પરચા: મહિલાનું અટકેલુ કામ પૂરું થતા માતાજીના ચરણોમાં ધર્યા આટલા રૂપિયા, મણીધર બાપુએ કહ્યું…

અઢારે વરણના તારણહાર માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલના કિસ્સાઓ તો ભલભલાને ચોકાવી દે! લાખોની સંખ્યામાં ભક્તો માં મોગલ પ્રત્યે અતુટ વિશ્વાસ દાખવે છે.…

અઢારે વરણના તારણહાર માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલના કિસ્સાઓ તો ભલભલાને ચોકાવી દે! લાખોની સંખ્યામાં ભક્તો માં મોગલ પ્રત્યે અતુટ વિશ્વાસ દાખવે છે. ત્યારે માં મોગલ પણ પોતાના ભક્તોનો વિશ્વાસ ક્યારેય તુટવા નથી દેતા. એટલે જ તો કહેવાય છે કે મોગલધામ એ જ માંગલધામ. માં મોગલના પરચા માત્ર દેશમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ લોકમુખે ચર્ચાય છે. લોકો દુર દુરથી માં મોગલ ના દર્શન કરવા માટે મોગલધામે ઉમટી પડે છે.

આજે આપને માં મોગલ ના આવા જ એક કિસ્સા વિશે વાત કરવાના છીએ. બરોડાથી સરોજબહેન પંડ્યા પોતાની માનતા પૂરી કરવા માટે મોગલધામ આવી પહોચ્યા હતા. તેમની માનતા હતી કે તેમનું એક કામ પુરુ થઇ જાય તો મોગલધામ આવીને માં ના દર્શન પ્રાપ્ત કરશે અને માં ના શરણોમાં ૨૧૦૦૦ રૂપિયા ધરશે. મોગલ માં એ ટૂંક જ સમયમાં પરચો પૂર્યો અને સરોજબેનનું અટકેલું કામ પૂર્ણ થયું. જેથી વહેલામાં વહેલી તકે તેઓ પોતાની માનતા પૂરી કરવા માટે મોગલધામ આવી પહોચ્યા હતા.

સૌપ્રથમ તો મોગલધામ આવીને તેમણે માં મોગલ દર્શન કર્યા અને તેમનો આભાર વ્યક્ત કર્યો. ત્યારબાદ મોગલધામમાં બિરાજિત મણીધર બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને માનતા પૂરી કરવા તેમને ૨૧૦૦૦ રૂપિયા આપ્યા. પહેલા તો મણીધર બાપુ એ તેમનું નામ અને પરિવાર વિશે પૂછ્યું. ત્યારબાદ પૂછ્યું કે; બેટા, શું માનતા હતી તારી? ત્યારે મહિલા એ કહ્યું કે મારું એક કામ અટકેલું હતું જે પૂરું થયું છે. ત્યારે મણીધર બાપુ એ ૨૧૦૦૦ રૂપિયામાં એક રૂપિયો ઉમેર્યો અને તેમને પરત આપ્યો.

આ સમયે મણીધર બાપુ એ કહ્યું કે, આપે એ આઈ ને માંગે એ બાઈ… સાથે જ કહ્યુ કે આ રૂપિયા બને પૌત્રી અને તારી નણંદને આપી દેજે. ત્રણેય ને સરખે હિસ્સે વેચી દેજે. અને સમજજે કે માં મોગલે તારી માનતા ૧૦૧ ગણી સ્વીકારી લીધી છે. સાથે જ અનેરો સંદેશો આપતા કહ્યું કે, રૂપિયા એ ધંધો કહેવાય. માટે કોઈ પણ જગ્યા એ રૂપિયા ન આપવા જોઈએ. માં મોગલ તો આપનારા છે, લેનારા નહિ.

મણીધર બાપુના આ શબ્દો ખરેખર સત્ય છે. માં મોગલ તો પોતાના ભક્તો દ્વારા કરવામાં આવતી ભક્તિમાં જ પ્રસન્ન છે. તેમને કોઈ વિશેષ ભેટ કે સોગાતની જરૂર નથી. બસ, સાચા દિલથી કરવામાં આવતી તેમની ભક્તિથી જ તેઓ ખુશ થઇ જાય છે. માટે હમેશા સાચા દિલથી અને ભક્તિભાવ થી માં મોગલ પ્રત્યે આસ્થા દાખવવી જોઈએ. અંધશ્રદ્ધા રાખવી જોઈએ નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *