Gujarat Cold Forecast: ગુજરાતના હવામાન વિભાગે ઠંડીની સાથે ગરમીની આગાહી પણ કરી દીધી છે. હજુ ગુજરાતમાં બરાબરની ઠંડી જામી નથી ત્યાં તો ગરમીની આગાહી થઈ ગઈ છે. ગુજરાતમાં ઠંડી વચ્ચે એકાએક ગરમીની એન્ટ્રી થશે. નવેમ્બર મહિનામાં ગુજરાતના વાતાવરણમાં કંઈક મોટી નવાજૂની થવાની છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી (Gujarat Cold Forecast) અનુસાર ડિસેમ્બર મહિનામાં વાદળછાયું વાતાવરણ રહેશે. 30 નવેમ્બર અને ડિસેમ્બરની શરુઆતમાં લઘુતમ તાપમાન વધવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં 17 ડિગ્રી તાપમાન રહેશે. કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં 15 ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડીના ચમકારાનો અનુભવ થશે.
અનેક વિસ્તારોમાં ઠંડા પવનો ફુંકાશે !
પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેવાની સંભાવના છે. ગુજરાતના ઘણા ભાગોમાં 29 નવેમ્બરથી ડિસેમ્બરની શરુઆત સુધીમાં વાદળોના કારણે ઠંડી ઓછી અનુભવાય તેવી પણ આગાહી કરી છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરુઆતમાં ઠંડા પવનો ફુંકાશે.જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ આવી શકે છે.
રાજ્યમાં કેટલુ રહ્યું તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, જુનાગઢ,મોરબી, તાપી સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, ગાંધીનગર, ખેડા, પાટણ, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. ગીર સોમનાથ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
ગુજરાતમાં કેમ ઠંડી ઓછી પડી રહી છે?
આ અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ દિશા તરફથી પસાર થાય છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સતત ઉત્તર ભારતના પહાડી પ્રદેશો પરથી પસાર થાય છે, જેમા જમ્મુ-કાશ્મીર, લેહ, દલાખ, હિમાચલ પ્રદેશ, ઉતરાંચલ વગેરે પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય છે. જેના કારણે આ વિસ્તારોમાં બરફ વર્ષા થાય છે જેના કારણે ગુજરાતમાં ઠંડી જોવા મળે છે. ત્યાંના બરફીલા પવનો ગુજરાત સુધી આવે છે જેથી ઠંડી પડે છે.
આગામી 7 દિવસ નોર્મલ ઠંડી જોવા મળશે
આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર તો ચોક્કસ થઈ રહ્યા છે પરંતું તે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓછા પસાર થઈ રહ્યા છે અને નબળા પસાર થઈ રહ્યા છે તેના લીધે ઠંડી ઓછી જોવા મળી રહી છે. ડિસેમ્બરમાં મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તેવી સંભાવના છે. આથી ડિસેમ્બર મહિનામાં ઠંડી જોવા મળશે. 5 ડિસેમ્બર સુધી તો કાતિલ ઠંડી પડશે નહીં. આગામી 7 દિવસ નોર્મલ ઠંડી જોવા મળશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App