ક્યાંથી આવે છે આટલા તેજસ્વી લોકો? આ જુગાડ જોઈ તમારું મગજ ઘુમરી ખાઈ જશે

Mahindra Scorpio Viral Video: આજકાલ સ્માર્ટફોન રાખનાર દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળે છે. તમે જાણો છો કે રોજબરોજ નવા નવા વિડીયો વાયરલ (Mahindra Scorpio Viral Video) થતા હોય છે. એવામાં થોડા દિવસોથી એક જુગારનો વિડીયો ખૂબ વાયરસ થઈ રહ્યો છે.

શું છે આ વાયરલ વીડિયોમાં?
સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોઈ શકાય છે કે એક ખેતરનું ખેડાણ થઈ રહ્યું છે તેમાં એક સ્કોર્પિયો જેવી દેખાતી કાર ચાલી રહી છે. કાર ચાલતા ચાલતા જ્યારે કેમેરા પાસે આવે છે ત્યારે દરેક વ્યક્તિ હેરાન થઈ જાય છે. કારણ કે તેના પાછળ એક લાકડાનો મોટો બ્લોક લગાવેલો છે.

અને એક વ્યક્તિ તેની ઉપર ઉભો રહી ખેતરને સમતલ કરી રહ્યો છે. સામાન્ય રીતે આ કામ ટ્રેક્ટરની મદદથી કરવામાં આવે છે જેને તમે પણ જોયું જ હશે. પરંતુ આ વ્યક્તિ એક કાર પાસે ટ્રેક્ટરનું કામ કઢાવી રહ્યો છે જેના લીધે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

અહીંયા જુઓ વાયરલ વિડિયો

તમે હમણાં જે વીડિયો જોયો તેને એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોને પોસ્ટ કરતા કેપ્શન માં લખ્યું છે કે સમગ્ર ટ્રેક્ટર સમાજ માં ડરનો માહોલ. આ વિડીયો અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. વિડીયો જોયા બાદ એક યુઝર પોતાની પ્રતિક્રિયા રજુ કરતા લખે છે કે હવે ટ્રેક્ટરનો ધંધો ખતરામાં છે. બીજા જોડે લખ્યું કે ભાઈ હવે આ જ જોવાનું બાકી રહ્યું હતું. તો અનેક યુઝર લખે છે કે આ ઇન્ડિયા છે અહીંયા કંઈ પણ શક્ય છે.