ભારત દેશમાં જેટલી વિવિધતા છે તેટલી જ માન્યતા અને પરંપરાઓ પણ છે. તમિલનાડુના કાંચીપુરમમાં આવેલ વર્ધરાજા સ્વામી મંદીર વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. અહીંયા ભગવાન અતિવર્ધારની મૂર્તિ ભક્તોને દર્શન માટે 40 વર્ષમાં એક જ વખત જળસમાધી માંથી બહાર આવે છે.
3 જુલાઈ 2019ના દિવસે આ મૂર્તિ ને પવીત્ર જળતળાવ માંથી બહાર કાઢવામાં આવી હતી અને આજ દિવસથી તમિલનાડુમાં પ્રસિદ્ધ કાચી અતિવર્ધાર મહોતચ્છવ શરુ થય ગયો. વિશ્વમાં આ મંદિરને લઈને ઘણી શ્રદ્ધા છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે, ભગવાન અતિવર્ધાર 40 વર્ષમાં એક વાર પ્રગટ થતા હોય અને જળસમાધીમાંથી બહાર આવતા હોય છતાં પણ આ મંદિરમાં આખું વર્ષ ભક્તોની ભીડ જોવા મળે છે.
આ પહેલા 1979ના વર્ષમાં ભગવાન અતિવર્ધારે ભકતોને મંદિરના પવિત્રતળાવથી બહાર આવીને દર્શન આપ્યા હતા. 40 વર્ષ પછી 3,જુલાઈ 2019ને દિવસે ભગવાન અતિવર્ધાર મંદિરના પવિત્રતળાવમાંથી બહાર આવ્યા હતા. આ દિવસે ભગવાન અતિવર્ધારના ભક્તો દેશ-વિદેશથી ભગવાનના દર્શન માટે આવ્યા હતા. ભગવાન અતિવર્ધારની મૂર્તિ પવિત્રતાળાવ માંથી બહાર નીકળતા જ ભક્તોને દર્શન માટે મંદિરના વસંત મંડપમમાં રાખવામાં આવી હતી.
ભગવાન અતિવર્ધાર માત્ર 48 દિવસ માટે ભક્તોને દર્શન આપે છે,છેલ્લે 19 ઓગસ્ટ.2019ના દિવસે ભગવાને ભક્તોને દર્શન આપ્યા પછી 20 ઓગસ્ટ 2019ના રોજ ભગવાને ફરી મંદિરના પવિત્ર તળાવમાં જળસમાધી લઈ લીધી હતી. ભગવાન અતિવર્ધારના દર્શનમાટે લોકો દેશ-વિદેશથી ખેંચાયને આવે છે. માનવામાં આવે છે કે, જેને પણ ભગવાન અતિવર્ધારના દર્શન થયા તે ભાગ્યશાળી ગણાય છે.
ભગવાન અતિવર્ધાર 40 વર્ષની લાંબી જળસમાધી શા માટે લે છે? તેની પાછળ ઘણા બધા રહસ્ય છે. જયારે મંદિરનું બાંધકામ શરુ થયું ત્યારે ભગવાનની આ મૂર્તિ બનાવવાની શરુ આત કરી દેવામાં આવી હતી અને મંદિરનું બાંધકામ પૂર્ણ થાઈ તે પહેલા ભગવાનની આ મૂર્તિ બની ગઈ હતી. મંદિર બનવામાં વાર હોવાને કરને મૂર્તિને પાણીમાં રાખવામાં આવી હતી. ભગવાન અતિવર્ધારની મૂર્તિ અંજીરના લાકડાની બનેલી છે. જેને ખુબજ પવિત્ર માનવવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news