દિલ્હીના પંજાબી બાગ વિસ્તારમાં, 13 વર્ષના કિશોરીને ઈન્જેક્શન આપતી વખતે છેડતી કરવા બદલ એક ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. એડિશનલ ડીસીપી સમીર શર્માએ જણાવ્યું હતું કે, આરોપી ડોક્ટરનું નામ પ્રફુલ્લ મલિક છે.
તસ્વીરો સાંકેતિક છે.
તેમની સામે પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે ડોક્ટરની નોંધણી રદ કરવા માટે દિલ્હી મેડિકલ કાઉન્સિલને એક પત્ર પણ લખ્યો છે.
મળેલી જાણકારી અનુસાર, આરોપી પોતાની જાતને બી.એ.એમ.એસ ડોક્ટર કહે છે. પીડિતાની માતાએ જણાવ્યું હતું કે, તેની પુત્રીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેને દરરોજ ઇન્જેક્શન આપવું પડે છે.
કિશોરી રવિવારે તેના નાના 10 વર્ષના ભાઈ સાથે નજીકના ક્લિનિકમાં ગઈ હતી.આ દરમિયાન ડોક્ટર મલિકે ઇજેક્શનના બહાને કિશોરની છેડતી કરી હતી. કિશોરીએ તેની માતાને આ વાત કરી હતી.
આ માહિતી મળતાની સાથે જ આસપાસ લોકો એકઠા થઈ ગયા અને ડોક્ટરને માર માર્યો. પોલીસ પણ પુષ્ટિ આપી રહી છે કે, ડોક્ટર ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.