અકસ્માત કે ષડ્યંત્ર? સૂમસામ રોડ પર જોગિંગ કરતા જજને રિક્ષા ટક્કર મારીને જતી રહી- જુઓ શોકિંગ CCTV વિડીયો

ઝારખંડ: તાજેતરમાં જ ધનબાદમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં સવારે 5 વાગ્યે જયારે રસ્તો સંપૂર્ણ રીતે ખાલી હતો અને રસ્તાની ડાબી તરફ એક વ્યક્તિ જોગિંગ કરી રહી હતી. આ દરમિયાન, વ્યક્તિની પાછળથી એક ઓટો આવે છે અને રસ્તા પર સીધી ન જતાં થોડી ડાબી તરફ વળે છે અને રસ્તા પર ચાલી રહેલી વ્યક્તિને ટક્કર મારે છે. ચોકાવનારી વાત તો એ છે કે, ટક્કર માર્યા બાદ પણ આ ઓટો ઊભી રહેતી નથી અને ખાલી રસ્તા પર ઝડપથી આગળ નીકળી જાય છે. જાણવા મળ્યું છે કે, આ ઘટના ઝારખંડના ઈન્ડસ્ટ્રિયલ શહેર ધનબાદની છે. બુધવારે સવારે જે વ્યક્તિને ઓટોએ ટક્કર મારી છે તે ધનબાદના જજ ઉત્તમ આનંદ હોવાનું સામે આવ્યું છે.

જ્યાં સુધી આ ઘટનાના CCTV સામે ન આવ્યા ત્યાં સુધી તો લોકો આ વાતને દુર્ઘટના જ માની રહ્યા હતા. જોકે, CCTVનો વીડિયો ષડયંત્ર તરફ ઈશારો કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટનાના CCTV ફૂટેજથી એ વાત સ્પષ્ટ થાય છે કે જજ ઉત્તમ આનંદને જાણીજોઈને ઓટો દ્વારા ટક્કર મારવામાં આવી હશે. જાણવા મળ્યું છે કે, ન્યાયાધીશ ઉત્તમ આનંદે છ મહિના પહેલાં જ ધનબાદના ન્યાયાધીશ તરીકે ચાર્જ લીધો હતો. આ પહેલાં તેઓ બોકારોના જિલ્લા અને સત્ર ન્યાયાધીશ હતા.

સવારે 5 વાગ્યે રોજની જેમ જ ન્યાયાધીશ ઉત્તમ મોર્નિંગ વોક કરવા પોતાના ઘરેથી નીકળ્યા હતા. આ દરમિયાન, રણધીર વર્મા ચોકની આગળ ન્યૂ જજ કોલોનીની નજીક એક ઓટો તેમને ટક્કર મારીને ફરાર થઈ ગઈ હતી. રસ્તા પરથી પસાર થઈ રહેલા પવન પાંડ નામની એક વ્યક્તિએ તેમને ઘાયલ અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે અવાયું છે.

મળતી માહિતી મુજબ, જજ ઉત્તમ આનંદ થોડી જ વારમાં મોર્નિંગ વોક પરથી પરત આવી જતા હતા. પરંતુ, બુધવારે સવારે સાત વાગ્યા સુધી જ્યારે તેઓ પરત ન આવ્યા તો તેમના પરિવારના સભ્યોને અજુગતું બન્યું હોય તેવું લાગ્યું હતું. ત્યારબાદ પરિવારના સભ્યોએ આ અંગેની માહિતી પોલીસ સ્ટેશનને આપવામાં આવી હતી. આ અંગે માહિતી મળ્યા બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે પોલીસને SNMMCHમાં એક લાવારિસ શબ પડ્યું હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી અને ન્યાયાધીશના બોડીગાર્ડે શબની ઓળખ કરી લીધી છે. ઉત્તમ આનંદના માથા પર ઊંડાં નિશાન છે, સાથે જ કાનમાંથી લોહી પણ નીકળી રહ્યું હતું.

હાલ એ વાત ધીરે-ધીરે સ્પષ્ટ થતી જઈ રહી છે કે ધનબાદના જિલ્લા અને સત્ર ન્યાયાધીશ-8 ઉતમ આનંદની હત્યા તે કોઈ દુર્ઘટના નહી. પરંતુ, સંપૂર્ણ રીતે આયોજિત હત્યા છે. જજને ટક્કર મારવા માટે જે ઓટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પાથરડીહની રહેનારી સુગની દેવીની છે. સુગનીના જણાવ્યા મુજબ, તેની ઓટો ચોરાઈ ગઈ હતી. આ ઓટોથી જ જજને ટક્કર મારવામાં આવી. આ મામલા પર ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તા દ્વારા ધનબાદ ડીસી અને ધનબાદ પોલીસને ટ્વિટ કરીને આ કેસમાં ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ બનાવીને આ ઘટનાની તપાસ અંગેનો રિપોર્ટ એક સપ્તાહમાં આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

જાણવા મળ્યું છે કે, ન્યાયાધીશ ઉતમ આનંદ ચર્ચિત રંજય સિંહ હત્યાકાંડની સુનાવણી કરી રહ્યાં હતા. રંજય સિંહ ધનબાદના બાહુબલી નેતા અને ઝારિયાના પૂર્વ ધારાસભ્ય સંજીવ સિંહના ઘણા નજીકના હોવાનું સામે આવ્યું હતું. થોડા દિવસો પહેલા જ ન્યાયાધીશ ઉતમ આનંદે શૂટર અભિનવ સિંહ અને અમનની ગેંગના ગુંડા રવિ ઠાકુરની જામીન અરજી ફગાવી દીધી હતી. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તેમના મૃત્યુના તાર રંજય સિહ હત્યાકાંડ સાથે જોડાયેલા હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *