અમદાવાદમાં જુગારના અડ્ડા પર દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, એક કોન્સ્ટેબલ ઘાયલ

અમદાવાદના ચંડોળા તળાવ પાસેના શાહઆલમ વિસ્તારમાં આવેલા જુગારધામ પર દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમ પર આરોપીના પરિવારજનોએ હુમલો કર્યો હતો. જેમાં એક કોન્સ્ટેબલ ઘાયલ થયો…

અમદાવાદના ચંડોળા તળાવ પાસેના શાહઆલમ વિસ્તારમાં આવેલા જુગારધામ પર દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમ પર આરોપીના પરિવારજનોએ હુમલો કર્યો હતો. જેમાં એક કોન્સ્ટેબલ ઘાયલ થયો હતો અને પોલીસનું બાઇક પણ સળગાવી દેવામાં આવ્યું હતું.

6 મહિલા અને 7 પુરુષો સહિત કુલ 13 લોકોની પોલીસ અટકાયત કરી છે. આ મામલાનો મુખ્ય આરોપી ફરાર છે. આ પગલે પોલીસનો એસ.આર.પી સહિત ક્રાઇમ બ્રાન્ચ ટીમનો મોટો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો.

ફરાર હુમલો કરનારને ઝડપી લેવા કોંમ્બિન્ગ હાથ ધરવામાં આવ્યુ. દારૂ જુગારનો વેપલો ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસ આરીફ નામના આરોપીને ત્યાં રેડ કરવા પહોંચી હતી.

ઇસનપુરમાં ચડોળા નજીક પોલીસ પર હુમલાનો કરવામાં આવ્યો. 13 લોકોની પોલીસ અટકાયત કરીને ફરાર ગેમલર આરીફ કટોને ઝડપી લેવા પોલીસ અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.

મહત્વનું છે કે આરીફ સામે પાસા, મારામારી સહિતના અનેક ગુના નોંધાયેલા છે. જો કે પોલીસે ટોળાં સામે ગુનો નોંધી બે મહિલા સહિત 14 લોકોની અટકાયત કરી હતી. તેમજ પોલીસની 5 ટીમ બનાવીને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *