એક સફેદ ફુગ્ગા ને કારણે જાપાનના એક શહેરમાં લોકો હેરાન થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર ભાત ભાત ની વાતો થવા લાગી છે. કોઈકે મોસમ વિભાગ નો ફુગ્ગો જણાવી રહ્યા છે. તો કોઈ ચમત્કાર કહી રહ્યું છે. કેટલાક લોકોએ તો ત્યાં સુધી કહી નાખ્યું કે આ એલિયન છે .
જાપાનના શેદાય શહેરના આબોબા ઉપર આકાશમાં સફેદ ફુગો ઘણી વાર સુધી રહ્યો. પછી અચાનક પ્રશાંત મહાસાગર ઉપર ગાયબ થઈ ગયો.
આ ફુગ્ગા નીચે ખાસ પ્રકારના મશીન લાગેલા હતા જે તેને ઉડવામાં મદદ કરી રહ્યા હતા.પહેલા લોકોને લાગ્યું કે જાપાનના મોસમ વિભાગ નો ફુગો છે પરંતુ મોસમ વિભાગે ના પાડી દીધી. મોસમ વિભાગે કહ્યું કે અમે કોઈ પણ પ્રકારનો ફુગ્ગો આસમાનમાં છોડ્યો નથી.
WATCH: A balloon-like object in the sky over northern Japan sparks debate on social media pic.twitter.com/xV8xTz8iwe
— Reuters India (@ReutersIndia) June 17, 2020
જાપાન સરકારના ચીફ કેબિનેટ સેક્રેટરી એ કહ્યું કે અમારી સરકારને ખબર નથી કે આ ફુગ્ગો ક્યાંથી આવ્યો છે અને ક્યાં ચાલ્યો ગયો. તેનું માલિક કોણ છે તેની પણ અમને ખબર નથી.
કેટલાક લોકોએ સોશિયલ મિડિયા પર લખ્યુ કે ફુગ્ગો ઉત્તર કોરિયાએ જાપાનમાં કોરોનાવાયરસ ના ફેલાવવા માટે મોકલ્યો હતો. જોકે આવી અફવાઓને લઈને કોઈ યોગ્ય પુરાવા મળ્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news