અમદાવાદ, વડોદરા અને ભાવનગરના નવા મેયર અને ડેપ્યુટી મેયરની થઇ જાહેરાત- જાણો કોણ બન્યું?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. જે બાદ આજે અમદાવાદને નવા મેયર (Ahmedabad New Mayor) મળી ગયા છે. અમદાવાદના નવા મેયર તરીકે કિરિટ પરમારના (Kirit Parmar) નામની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ મહાનગર પાલિકાને નવા મેયર મળ્યાં છે. અમદાવાદના નવા મેયર તરીકે કિરિટ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પરમારની નિયુક્તિ કરવામાં આવી છે.

મેયર કિરિટ પરમાર અને ડેપ્યુટી મેયર ગીતાબેન પરમાર

અમદાવાદના નવા મેયર તરીકે કિરિટ પરમાર
અમદાવાદના નવા મેયર તરીકે કિરિટ પરમારના (Kirit Parmar) નામની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ મહાનગર પાલિકાને નવા મેયર મળ્યાં છે. આ ઉપરાંત, AMCમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેશ બારોટ હશે અને પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત દંડક તરીકે અરુણસિંહ રાજપૂતને નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ભાવનગરના મેયર બન્યા કીર્તિબેન દાણીધારીયાની વરણી કરવામાં આવી છે.

કિરીટ પરમારે મેયર બન્યા બાદ ભાવુક થઈ ગયા હતા. અને ભાજપ પક્ષનો આભાર માન્યો હતો. મેયર બનનાર કિરીટ પરમારે કહ્યું કે, હું પક્ષનો આભારી છું. સામાન્ય પરિવાર અને ચાલીમાં જન્મ લઈને કોર્પોરેશનની સ્કૂલમાં ભણનાર, નાના પરિવારમાંથી આવનાર માણસને શહેરની પ્રતિષ્ઠિત પોસ્ટ પર બેસાડવા માટે હું ભાજપનો આભારી છું.

કિરીટ પરમારે વધુમાં જણાવ્યું કે, હું ત્રણ વોર્ડમાંથી ઈલેક્શન લડ્યો છું. ત્રણેયમાંથી જીતીને આવ્યો છું. અહીંની ભૌગોલિક સ્થિતિથી હું વાકેફ છુ. કોર્પોરેશનના વિકાસના કામ ચાલી રહ્યા છે તેથી નાના માણસો સુધી પહોંચી શકીશ. ડેપ્યુટી મેયર બનનાર ગીતા પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, મને પાર્ટીનો જે આદેશ હશે, તે મુજબ શહેરનું સારી રીતે કામ કરીશ. નિષ્ઠાથી કામ કરીશ.

ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા અને ડેપ્યુટી મેયર કૃણાલ શાહ

ભાવનગરના મેયર બન્યા કીર્તિબેન દાણીધારીયા
ભાવનગરના મેયર બન્યા કીર્તિબેન દાણીધારીયાની વરણી કરવામાં આવી છે. અને BMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરૂભાઈ ધામેલીયા તેમજ શાસક પક્ષના નેતા તરીકે બુધાભાઈ ગોહિલની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત કૃણાલ શાહ ભાવનગરના ડેપ્યુટી મેયર બન્યા છે. જ્યારે દંડક નેતા તરીકે પંકજસિંહ ગોહિલની વરણી કરવામાં આવી છે. 

વડોદરાના મેયર કેયુરભાઈ રોકડીયા અને ડેપ્યુટી મેયર નંદાબેન જોશી

વડોદરાના મેયર બન્યા કેયુરભાઈ રોકડીયા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. કેયુરભાઈ રોકડીયા વડોદરાના મેયર બન્યા છે. આ ઉપરાંત નંદાબેન જોશી વડોદરાના ડેપ્યુટી મેયર બન્યા છે. તેમજ VMC સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે ડૉ.હિતેન્દ્ર પટેલ અને પક્ષના નેતા તરીકે અલ્પેશ લીંબાચીયાની વરણી જ્યારે દંડક તરીકે ચિરાગભાઈ બારોટની વરણી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *