આણંદના તારાપુર નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, 10 લોકોને ભરખી ગયો કાળ

આણંદના તારાપુર પાસે વહેલી સવારે આશરે 6.30 કલાકની આસપાસ ગંભીર અકસ્માતની ઘટના બની છે. ઇકો કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થતા 10 લોકોના મોત…

આણંદના તારાપુર પાસે વહેલી સવારે આશરે 6.30 કલાકની આસપાસ ગંભીર અકસ્માતની ઘટના બની છે. ઇકો કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થતા 10 લોકોના મોત નીપજ્યા છે. મળતી માહિતી અનુસાર પરિવાર સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યો હતો. આ અકસ્માત ઈંદ્રાજ પાસે થયો હતો અને તેમાં 10 લોકોના મોત થયા હતા. ગંભીર અકસ્માત થતા લોકોના ટોળા ઘટના સ્થળે ધસડી આવ્યા હતા અને ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી.

મળતી માહિતી અનુસાર ટ્રક અને ઇકો કાર ધડાકાભેર અથડાતા ઇકો કાર કચડીને ભુક્કો થઇ ગઈ હતી. ઇકો કારમાં સવાર લોકો જોર જોરથી ચીસો પાડવા લાગ્યા હતા. જેને લઈને આજુબાજુના વિસ્તારના લોકો અને મુસાફરો ઘટના સ્થળે પહોચી આવ્યા હતા અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઇકો કારમાં સવાર 10 લોકોમાં ત્રણ મહિલા, બે બાળક અને પાંચ પુરુષનો સમાવેશ થાય છે. અકસ્માત દરમિયાન મોતને ભેટેલો પરિવાર ભાવનગરનો છે તેવી માહિતી સામે આવી છે. પોલીસ દ્વારા આ ઘટના અંગેની તપાસ હાથ ધરી છે.

અકસ્માત દરમિયાન અથડાયેલો ટ્રક મધ્યપ્રદેશનો હોવાનું નંબર પ્લેટ પરથી જાણવા મળ્યું છે. જયારે ઇકો પેસેન્જર કાર તરીકેની હતી તેવું જાણવા મળ્યું છે.

જ્યાં આં સમગ્ર અકસ્માત બન્યો છે તે સ્થળેથી ખુબ જ ડરાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ઇકો કાર અને ટ્રકની ટક્કર બાદ ઇકો કારમાં સવાર તમામ લોકોના મોત નીપજ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *