ઓપ્ટિકલ ઇલ્યુઝન(Optical illusion) એટલે ‘આંખોની છેતરપિંડી’. અવાર-નવાર સોશિયલ મીડિયા(Social media) પર કોઈને કોઈ ફોટા કે વિડીઓ વાયરલ(Viral) થતા જ હોય છે. ત્યારે આ દિવસોમાં એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ ચિત્ર ઓપ્ટિકલ ઇલ્યુઝનનું યોગ્ય ઉદાહરણ રજૂ કરી રહ્યું છે. આ તસવીર જોઈને તમારી આંખો(Eyes) પણ છેતરાઈ શકે છે. આ તસવીરમાં લખેલ નંબર જોવા માટે તમારે તસવીરને ઘણી બધી વાર ધ્યાનથી જોવી પડશે. આ પછી પણ ઘણા લોકો તસવીરમાં લખેલ સાચો નંબર નથી કહી શકતા.
તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે:
ઈન્ટરનેટ યુઝર્સ એ વ્યક્તિને જીનિયસનું બિરુદ આપી રહ્યા છે જે આ તસવીરમાં લખેલા નંબરને યોગ્ય રીતે કહી શકે. પરંતુ 99 ટકા લોકો તસવીરમાં લખેલ નંબર જણાવવામાં નિષ્ફળ રહ્યા છે. તમે પણ આ તસવીરને ધ્યાનથી જુઓ અને તેમાં લખેલા નંબરને કોમેન્ટ કરીને સાચું કહો. જો જવાબ સાચો હશે તો તમને જીનિયસ પણ ગણવામાં આવશે, કારણ કે તસવીરમાં લખેલ નંબર જણાવવામાં લોકોનો પરસેવો છૂટી ગયો છે. ચોક્કસ આકડા કોઈ કહી શકતું નથી.
DO you see a number?
If so, what number? pic.twitter.com/wUK0HBXQZF
— Benonwine (@benonwine) February 16, 2022
તસ્વીરમાં સર્કલ બનાવવામાં આવ્યું છે તે જોઈ શકાય છે. પરંતુ આ વર્તુળની અંદર કેટલીક સંખ્યાઓ લખેલી છે. તેણે લોકોના મગજનું દહીં કરી નાખ્યું છે. વર્તુળમાં છુપાયેલો સાચો નંબર બહુ ઓછા લોકો કહી શક્યા છે, મોટા ભાગના લોકોએ ખોટા જવાબો આપ્યા છે. આ દિલચસ્પ તસવીર ટ્વિટર પર @benonwine નામના એકાઉન્ટથી શેર કરવામાં આવી છે. આ સાથે સવાલ પૂછવામાં આવ્યો છે કે, શું તમે સાચો નંબર જોઈ શકો છો? જો હા હોય તો, સંખ્યા શું છે? તે જણાવો.
99 ટકા લોકો નાપાસ થયા:
લોકો આ તસવીર જોઈ રહ્યા છે અને નંબર પણ કહેવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી માત્ર 1 ટકા લોકો જ સાચો જવાબ આપી શક્યા છે, બાકીના 99 ટકા લોકો તેમાં નિષ્ફળ ગયા છે. આ તસવીરને અત્યાર સુધીમાં 1,900થી વધુ લાઈક્સ મળી છે. તસવીર જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે નંબર જણાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં એક યુઝરે જણાવ્યું કે તસવીરમાં નંબર 3452839 લખેલો છે, જ્યારે અન્ય યુઝરે 528 આપ્યો છે. વાસ્તવમાં સર્કલની અંદર 3452839 નંબર લખેલો છે. માત્ર 2-3 યુઝર્સ જ સાચો નંબર કહી શક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.