સાવરણી, જાદુગરી અને અંધશ્રદ્ધાની મદદથી ધાર્મિક અંધવિશ્વાસ ધરાવતા નિર્દોષ લોકોના રોગ અને સમસ્યાઓ દૂર કરનાર બાબા તમને રોગની સારવાર પણ કરી શકે છે. મધ્યપ્રદેશ ના રતલામમાં આવું બન્યું છે જ્યા કોરોના ચેપગ્રસ્ત બાબાએ પણ તેમના ભક્તો ઈલાજ કરાવવા આવે ત્યારે ચુંબન કરીને કોરોનાગ્રસ્ત બનાવી દીધા અને પોતે કોરોનાનો શિકાર બની ગયો.
અસલમ નામના આવા એક બાબાનું 4 જૂને કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. વહીવટીતંત્રે બાબાના સંપર્કમાં આવેલા લોકોને શોધીને લોકોને ક્વોરેન્ટાઇન કર્યા. અને સેમ્પલ એકઠા કર્યા. જ્યારે આ તમામ સેમ્પલને તપાસ માટે મોકલાયા હતા, અને તેનો રીપોર્ટ આવતા હડકંપ મચી ગયો હતો. કેમકે આ બાબાએ મરતા પહેલા 29 લોકોને કોરોના રોગનું વિતરણ કર્યું હતું.
રતલામના નવાપુરાનો આ બાબા જાપ કરીને લોકોને તાવીજ આપતો. લોકો તેની પાસે મોટી સંખ્યામાં જતા હતા અને તે ક્યારેક લોકોના હાથને ચુંબન કરતો હતો.
New cases of Covid-19 reported from Ratlam in Madhya Pradesh.
Aslam Baba, who died of Covid-19, used to cure people by kissing their hands.
Around 29 Persons who had contacted Aslam Baba have tested positive for Covid-19.
Now, look at the headline & image of Aaj Tak’s report. pic.twitter.com/q6jFAiTlnu
— Anshul Saxena (@AskAnshul) June 11, 2020
વહીવતી તંત્ર હજુ પણ આ બાબાના સંપર્કમાં આવેળા લોકોને શોધી રહ્યા છે. આ બાબાને કારણે મળેલા કોરોના પોઝિટિવ શહેરના બાબાના ઘર, નવાપુરા ક્ષેત્રના છે. નવાપુરા વિસ્તાર શહેરનો કોરોના હોટસ્પોટ બની ગયો છે.
એક બાબા શહેરમાં કોરોના ફેલાવવાને કારણે વહીવટીતંત્રે શહેરમાં આવા બાબાઓને પકડવાનુંનું શરૂ કર્યું છે. આશરે 29 જેટલા બાબાઓને લેવામાં આવ્યા છે અને વિવિધ ક્વોરેન્ટાઇન કેન્દ્રોમાં મોકલવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news