જાણો કોણ છે ‘કાચા બદામ’ ગાનાર ભુવન બદ્યાકરે? જેની માત્ર દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ થઇ રહ્યા છે ચર્ચા

આજના ઈન્ટરનેટના આ જમાનામાં કોણ, ક્યારે, કેવી રીતે, ક્યાં વાયરલ થઈ જાય છે તેનું કઈ કહેવાતું નથી. સોશિયલ મીડિયાની કારણથી લોકો એક જ રાતમાં ક્યાંથી ક્યાં સુધી પહોચી જાય છે. કે પછીં એ છત્તીસગઢનો સહદેવ (બચપન કા પ્યાર) હોય કે ‘Pawry हो रही है’ વાળી છોકરી હોય.

સોશિયલ મીડિયાએ થોડાક જ કલાકોમાં કેટલાય લોકોની આખી જિંદગી બદલી નાખી છે. હમણાં કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક રીલ ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, તે ગીતનું નામ ‘કાચા બાદામ’ (kacha badam) છે. ખરેખર કાચા બદામ એટલે કાચી મગફળી. જાણવા મળ્યું છે કે, મગફળીને બંગાળીમાં બદામ કહે છે.

સામાન્ય રીતે દરરોજ આપણે આપણી આસપાસ ફળો અને શાકભાજી વેચનારને અલગ અવાજ કાઢતા સાંભળીએ છીએ. વિક્રેતાઓ ખરીદદારોનું ધ્યાન આકર્ષિત કરવા તેમજ વેચાણ ચલાવવા માટે સર્જનાત્મક અવાજોનો ઉપયોગ કરતા હોય છે. મળતી માહિતી અનુસાર પશ્ચિમ બંગાળના એક મગફળી વેચનાર ભુવન બદ્યાકરે (bhuvan badyakar) ગ્રાહકોને આકર્ષવા માટે ‘કાચા બદામ’ ગીત કમ્પોઝ કર્યું હતું. તેમણે આ ગીત પ્રસિદ્ધ બાઉલ લોકગીતની ધૂન પર રચ્યું હતું. એક રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, તેઓ બીરભૂમના છે.

ભુવનના પરિવારમાં તેમની પત્ની, 2 પુત્રો અને 1 પુત્રી સહિત કુલ 5 સભ્યો છે. તેઓ ઘરમાં તૂટેલી વસ્તુઓના બદલામાં મગફળી વેચે છે. તેઓ મગફળી વેચવા માટે દૂરના ગામડાઓમાં જાય છે અને દરરોજ 3-4 કિલો મગફળી વેચીને 200-250 રૂપિયા સુધીની કમાણી કરે છે. આ ગીત વાયરલ થયા બાદ તેનું વેચાણ વધી ગયું છે.

ભુવનનો અવાજ આજે આખી દુનિયામાં પહોંચ્યો છે પરંતુ તેની આર્થિક સ્થિતિ સારી નથી. ભુવન કહે છે કે, ‘હું ઈચ્છું છું કે લોકો મારા ગીત વિશે જાણે તેમજ સરકારે મારા અને મારા પરિવારના રહેવા માટે કોઈ કાયમી વ્યવસ્થા કરવી જોઈએ. ‘હું મારા પરિવારને સારું જીવન આપવા માંગું છું’.

જાણવા મળ્યું છે કે, લગભગ એક દાયકાથી મગફળી વેચી રહેલા ભુવનને રાતોરાત સોશિયલ મીડિયા સેન્સેશન બનવાના સમાચાર પર વિશ્વાસ થઈ શકતો નથી. તેઓને ખબર પણ ન હતી કે તેનું ગીત આટલું વાયરલ થયું છે. કાચા બદનામ ગીત પર દેશ જ નહીં વિદેશમાંથી પણ લોકો રીલ બનાવતા દેખાય રહ્યા છે. પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે, ભુવનના ગીતો પર રીલ બનાવીને લોકો વ્યુઝ, લાઈક્સ અને પૈસા કમાઈ રહ્યા છે પરંતુ બદલામાં ભુવનને કાઈ જ મળી રહ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *