ગુજરાત: સોખડા મંદિર (Sokhada temple) હરિપ્રસાદ સ્વામી (Hariprasad Swami) ની ગાદીના વિવાદનાં મામલે સોખડા મંદિર દ્વારા બેઠક (Meeting) અંગે રદિયો આપતા જણાવ્યું છે કે, હરિપ્રસાદ સ્વામીના દ્વિમાસિક સ્મૃતિદિન નિમિતે હરિભક્તો ભેગા થયા હતા. હરિપ્રસાદ સ્વામીના અનુગામી નક્કી કરવા માટે બેઠક ન થઈ હોવાનું સ્પષ્ટ કર્યું હતું.
પ્રેમસ્વરૂપસ્વામી તથા પ્રબોધજીવન સ્વામીએ સંયુક્ત નિવેદન આપતા કહ્યું હતું કે, કેટલાક ભક્તોએ ગાદીપતિ અંગે પોતાની વાત જણાવી હતી પરંતુ વિવાદની બાબતમાં કોઈ તથ્ય રહેલું નથી. સામાન્ય રીતે પૂંજીપતિઓના પરિવારમાં સંતાનો વચ્ચે સંપતિનો વિવાદ થાય તે બાબત સામાન્ય છે.
ધર્મ સંસ્થાનોમાં ગુરૂગાદી માટે કલહ થાય તે સ્વાભાવિક બાબત છે. મનુષ્ય સંસારી છે પરંતુ આ સાધુતા છે. ઈશ્વરની સૌથી પાસે પોતાની સાધુતાને લીધે રહેતા હોવાની દીવ્યાનુભૂતિ સામાન્ય હરિભક્તોને જરૂર થાય પરંતુ હરિભક્તો ગુરૂગાદી માટે રમણે ચઢે,ત્યારે કહેવાય છે કે, આના કરતા તો સંસારી સારા.
સંતો-હરિભક્તો વચ્ચે થયો વિવાદ:
વડોદરામાં આવેલ સોખડા સ્વામીનારાયણ મંદિરમાં ઉતરાધિકારી માટે સંતો-હરિભક્તોના જૂથ સામસામે આવ્યા છે. છેલ્લા 2 દિવસથી ચાલી રહેલ આંતરકલહમાં બંને જૂથ એક-બીજાનો વિરોધ કરીને ગાદી મેળવવા સતત પ્રયત્નશીલ બન્યા છે. એક બાજુ પ્રેમસ્વરૂપદાસ તો બીજી બાજુ પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે વિવાદ વકર્યો છે.
પ્રબોધ સ્વામીને ઉત્તરાધિકારી તરીકે નિમણૂક આપવા હરિભક્તોએ રીતસર હોબાળો મચાવ્યો હતો. પહેલા હરિપ્રસાદ સ્વામીએ પ્રેમસ્વરૂપદાસને યોગી ડિવાઈન સંસ્થાની જવાબદારી સોંપવા માટે પોતાની ઈચ્છા જણાવી હતી. ત્યાગ વલ્લભ સ્વામી મદદગાર થશે એ અંગેનો વિડીયો વાયરલ થયો છે.
રવિવારની બેઠક મોકૂફ રખાઈ:
હરિધામ સોખડાની મળનારી આજની બેઠક મોકૂફ રખાઈ છે. શનિવારના વિવાદ પછી હરિભક્તોની આજે બેઠક યોજાવાની હતી જયારે હરિપ્રસાદ સ્વામીના અનુગામી તરીકે હવે કોણ આવશે એ અંગેનો વિવાદ હજુ યથાવત રહેલો છે. બેઠક મુલતવી રહ્યાની જાણ હરિભક્તોને મેસેજથી કરી દેવામાં આવી છે. આ રીતે ગાદી માટેનો કલહ સામે આવતા સેકંડો હરિભક્તોમાં ઉચાટ ફેલાયો છે કે હવે શું? અને હવે કોણ આવશે?
ઉત્તરાધિકારી કોણ?
અહીં નોંધનીય છે કે, નવા ગાદીપતિ તરીકે કોણ બનશે જેને લઈ આવેલ ચર્ચામાં સૌથી અગ્રેસર વડીલ સંત પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું નામ રહેલું છે. જયારે સાથોસાથ ત્યાગવલ્લભ સ્વામીનું નામ પણ ચર્ચામાં રહેલું છે. એક બાજુ એવી વાતો પણ ચાલી રહી છે કે, હરિધામ સોખડા મંદિરના દિવંગત ગાદીપતિ હરિપ્રસાદ સ્વામીએ પોતાના ઉત્તરાધિકારીનું નામ સૂચવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.