State President C.R. Patil: પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલનો(State President C.R. Patil) કાર્યકાળ પૂર્ણ થયો છે. તેમનો સમાવેશ કેન્દ્રીય મંત્રીમંડળમાં થયો છે આથી પ્રદેશ પ્રમુખના પદ અંગે વિસ્તૃત પ્રદેશ કારોબારીમાં ચર્ચા કરવામાં આવશે.લોકસભાના પરિણામ બાદથી જ ભાજપમાં નવા-જૂનીના વાદળો ઘેરાયા છે. ત્યારે સૌથી મોટી ચર્ચા પ્રદેશ પ્રમુખનું નામ ક્યારે જાહેર થશે તેની રાહ જોવાયેલી છે. એવામાં ગુજરાત ભાજપની આજે મોટી બેઠક થવા જઈ રહી છે.
ગુજરાત ભાજપની સૌથી મોટી બેઠક
આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી માટે રાજ્યના મુખ્યાલયમાં બેઠક થવા જઈ રહી છે. જે માટે બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલ રાજ્ય મુખ્યાલય પહોંચશે. કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પ્રથમ બાદ તે કમલમ જશે. રાજ્યની ટીમ અને મોરચા પ્રમુખ સાથે સંકલન બેઠક થશે.
જે બાદ તમામ જિલ્લા પ્રમુખો અને મહામંત્રીઓ સાથે બેઠક યોજાશે. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સુસ્ત દેખાઈ રહેલ સંગઠને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીની તૈયારી માટે બેઠક યોજી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકર માર્ગદર્શન આપશે. ઓક્ટોબર-નવેમ્બરમાં 75 મહાનગરપાલિકાઓ, 9 મહાનગરપાલિકાઓ, 2 જિલ્લા પંચાયતો અને 17 તાલુકા પંચાયતો સાથે 4 હજારથી વધુ પંચાયતો માટે ચૂંટણી યોજાશે.
નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત ક્યારે?
સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે તૈયારી કરેલી ભાજપે હજુ સુધી નવા પ્રદેશ પ્રમુખના નામ પર કેમ કોઈ ચર્ચા કરી નથી. બોટાદની બેઠકથી નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થવાની ચર્ચા ચાલી રહી છે પણ હજુ સુધી તેના પર કોઈ અપડેટ આવી રહ્યું નથી. જોકે સૂત્રો પરથી મલ્ટી જાણકારી અનુસાર, હાલ ભાજપ હાઈ કમાન્ડ 3 ઓબીસી ચહેરા પર વિચારણા કરી રહ્યું છે. જેમાં પૂર્ણેશ મોદી, મયંક નાયક અને જગદીશ પંચાલના નામ મોખરે છે. પણ હવે એ જોવાનું રહેશે કે ભાજપ આ નામ પર ક્યારે મોહર લગાવશે.
હાલમાં આ બે નામો ચર્ચામાં
સૂત્રોનું કહેવું છે કે, રાજ્યના સર્વોચ્ચ પદ પર પટેલ સમાજની વ્યક્તિ બેઠી હોવાથી સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી સામાજિક સમીકરણો સેટ કરવા માટે તેમના સંગઠનના સર્વોચ્ચ પદ એટલે કે પ્રદેશ પ્રમુખ પદે અન્ય સમાજની વ્યક્તિને બેસાડે તે સ્વાભાવિક છે. જેમાં મોટા સમાજ તરીકે ઓબીસી સમાજ મોખરે આવે. પરંતુ જો પાર્ટી મન બનાવે કે પ્રદેશ પ્રમુખ પદે પાટીદાર ચહેરાને બેસાડવો તો હાલમાં બે નામો ચર્ચામાં છે. એક નામ ભાજપના જૂના જોગી અને એક સમયના નરેન્દ્ર મોદીના જોડીદાર ગોરધન ઝડફિયાનું છે. જ્યારે બીજું નામ ભાજપના તોફાની નેતા ગણાતા ભરત બોઘરાનું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App