BRTS Viral Video: સુરત શહેરની સિટી બસમાં અનેકોવાર લડાઈ ઝઘડા થતા હોવાના કિસ્સા બનતા રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો બુધવારે તા. 26 જૂનના રોજ સુરતની સિટી બસમાં બન્યો છે. એક યુવકે સિટી બસના કન્ડક્ટરનો કોલર પકડી તેને ધમકાવ્યો હોવાનો કિસ્સો બન્યો છે.સિટી બસના કંડક્ટર સાથે એક મુસાફરે કોલર પકડીને ઉગ્ર બોલચાલી કરી દાદાગીરી કરી હતી. તેણે કંડક્ટરનો(BRTS Viral Video) કોલર પકડી પોતે MLAનો પુત્ર હોવાનો દમ માર્યો હતો. એટલું જ નહીં, પોતાની એક બેગમાં રૂપિયાના બંડલ દેખાડી રૌફ જમાવ્યો હતો. આ ઘટનાનો કંડક્ટરે વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.
ધારાસભ્યનો પુત્ર હોવાનો રોફ જમાવ્યો
મળતી માહિતી અનુસાર સુરત રેલવે સ્ટેશન ગરનાળા પાસેથી બીઆરટીએસ બસમાં કિરણ હોસ્પિટલ જવા માટે એક યુવક ચઢ્યો હતો. અમરોલી જવા માટે પેસેન્જરોને દરવાજા પાસે ઉભો રહી કન્ડક્ટર બૂમો પાડતો હતો ત્યારે આ યુવક બસમાં ચઢ્યો હતો. બસમાં ચઢ્યા બાદ તેણે કન્ડક્ટર સાથે દરવાજા પાસે કેમ ઉભો રહે છે કહી ધમકાવ્યો હતો. પોતે ભાજપના ધારાસભ્યનો પુત્ર હોવાનો રોફ જમાવી તે યુવકે સિટી બસના કન્ડક્ટરનો કોલર પકડી લીધો હતો.
બેગમાંથી 500ની નોટોનું લાખો રૂપિયાનું બંડલ કાઢ્યું
કોલર કેમ પકડે છે? એવું કન્ડક્ટરે પૂછતા પોતે ધારાસભ્યનો પુત્ર હોવાનો રોફ યુવકે જમાવ્યો હતો. યુવક પાસે એક બેગ હતી. તે બેગમાંથી 500ની નોટોનું લાખો રૂપિયાનું બંડલ કાઢી કન્ડક્ટરને દેખાડી રોફ જમાવ્યો હતો. ભીખારી સમજશ… એવા વાક્યો બોલ્યો હતો. પોતાના મોબાઈલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલના ફોટો મુકેલો એક પાપા લખેલો નંબર બતાવી રોફ જમાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ કન્ડક્ટરે પોલીસને બોલાવવાની ચીમકી ઉચ્ચારી હતી. બાદમાં યુવક સુમુલ ડેરી રોડ પર જ ઉતરી ગયો હતો.
100 નંબર ડાયલ કરીને ફરિયાદ નોંધવામાં આવી
નોંધનીય છે કે આ ઘટનામાં રૂટ નંબર 148 સિટી બસમાં કંડક્ટરની યુવક સાથે માથાકૂટ થઈ હતી. યુવાને કંડક્ટરનો કોલર પકડી લેતાં 100 નંબર ડાયલ કરીને ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ યુવક સુમૂલ ડેરી પાસે જ ઊતરીને જતો રહ્યો હતો.
ત્યારે બામરોલી ઉધના નોર્થના કોર્પોરેટર પરેશ પટેલે ખુલાસો કર્યો છે કે, બસ કંડકટર સાથે અશોભનીય વર્તન કરનાર યુવક સાથે મારે કોઈ સંબંધ નથી. હંસા ટ્રાવેલ્સ કંપનીની સિટી બસના કંડક્ટર સાથે બોલાચાલી થઈ હતી તેમાં એ મારો ફોટા બતાવીને સંબંધિત તરીકેની ઓળખ આપી રહ્યો છે. આ વાઇરલ વીડિયો મારી પાસે પણ આવ્યો હતો અને મારા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આ બાબતે કાર્યવાહી કરવા માટે પણ જાણ કરી દીધી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App