સમગ્ર વિશ્વમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.
ત્યારે હવે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને જણાવતા કહ્યું છે કે, જો WHOને લેબની તપાસ કરવી હોય તો એક્સપર્ટ્સ ફોર્ટ ડેટ્રિક જવું જોઈએ. ઝાઓ લિજિયાનના નિવેદન આપતા કહ્યું છે કે કોરોના વાયરસ એક લેબમાંથી બહાર નીકળ્યો છે અને માણસોમાં ફેલાયો છે. પરંતુ મહત્વનું છે કે, ચીનની વુહાનમાં જ સૌથી પહેલો કોરોના કેસ સામે આવ્યો હતો. જયારે બીજી બાજુ ચીન સતત તેમના પર લગાવવામાં આવેલા આરોપને ફગાવી રહ્યું છે. ત્યારે ચીન પર આરોપ લગતા તેમણે કહ્યું છે કે, લીક થિયોરીના સમર્થકોએ અમેરિકન બાયોલોજિકલ લેબની તપાસ કરવી જોઈએ.
ઝાઓ લિજિયાને જણાવતા કહ્યું છે કે, અમેરિકાએ પારદર્શી અને જવાબદાર રીતે કામ કરવું જોઈએ. તથા અમેરિકાએ WHOના એક્સપર્ટોને પોતાની ફોર્ટ ડ્રેટ્રિક લેબની તપાસ માટે નિમંત્રિત કરવા જોઈએ. જો આ પ્રમાણે તપાસ કરવા,માં આવે તો કોરોના ક્યાંથી ફેલાણો તેના વિશેનું સત્ય બહાર આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)એ પ્રસ્તાવ મુક્યો હતો કે, કોરોના જ્યાંથી ફેલાણો છે તેમને શોધવા માટે બીજ્જા તબક્કાની તપાસ કરવી જોઈએ. ત્યારે વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યુ છે કે, આ અંતર્ગત ચીનની લેબ અને વુહાનના માર્કેટની તપાસ થવી જોઈએ. આ પહેલાની તપાસમાં વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ની ટીમે ચીનના વુહાનનો પ્રવાસ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.