હાલ એક એવી ઘટના સામે આવે છે જેને જોઈને કોઈપણ કહેશે કે કુદરતના ખેલ પણ નિરાલા છે. મળતી માહિતી અનુસાર, આ ઘટના બુલંદશહેર (Bulandshahr)માંથી સામે આવે છે. જેમાં એક મહિલા છેલ્લા સાત મહિનાથી કોમામાં હોવા છતાં પણ તેણે એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. આ ઘટનાની જાણ થતા જ આ ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની ચૂક્યો છે.
જાણવા મળ્યું છે કે, બુલંદશહેરની સાફિયા ગર્ભવતી હતી, એ સમયે પોતાના પતિ સાથે મેળામાં ફરવા માટે ગઈ હતી. આ દરમિયાન તેનું એકસીડન્ટ થતા સફિયાની સ્થિતિ ખૂબ જ નાજુક થઈ ગઈ હતી. તેમજ સાફિયા કોમામાં જતી રહી હતી. જેને લઈને લોકોએ માની લીધું હતું કે, હવે સાફિયાના ગર્ભમાં રહેલુ બાળક હવે આ દુનિયામાં આવશે નહીં, પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું.
સાફિયા કોમામાં હતી, તો પણ સાત મહિના પછી તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો. જેના કારણે માત્ર પરિવારજનો જ નહીં, પરંતુ ડોક્ટરો પણ ચોકી ઉઠ્યા હતા. સાફિયાએ સતત સાત મહિના સુધી કંઈ જ ખાધું પીધું ન હોવા છતાં પણ તેને એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. આ કુદરતનો ચમત્કાર ન કહેવાય તો શું કહેવાય?
આ ઘટનાની જાણ થતા જ સગા સંબંધીઓ તેમજ સ્થાનિકો મોટી સંખ્યામાં પહોંચી આવ્યા હતા. તેમજ સાફિયા પણ સામાન્ય રીતે પોતાના હાથ પગ હલાવતી થઈ ગઈ હતી. જેના કારણે પરિવારજનોમાં ફરી એક આશા જાગી હતી કે, હવે સાફિયા સ્વસ્થ થઈ જશે. તેમજ તેને બાળકીને જન્મ આપ્યો હોવાથી પરિવારજનો ખૂબ જ ખુશ થઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.