શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે, ગાંધીજી પહેલાં ભારતીય ચલણી નોટો પર કોનો ફોટો હતો

હાલની ચલણી નોટો પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો હોય છે. પરંતુ શું તમને ખબર છે કે એ પહેલા ભારતીય ચલણ પર કોનો ફોટો હતો, કે કોઈ દિવસ વિચાર્યું છે ? પહેલાથી જ નોટો પર ગાંધીજીનો ફોટો ન હતો પરંતુ અન્યનો ફોટો જોવા મળતો હતો. અને ત્યાર પછી મહાત્મા ગાંધીજીનાં ફોટાને તમામ ભારતીય ચલણી નોટો પર છાપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે સવાલ એ છે કે, ગાંધીજીથી પહેલા આપણા દેશની નોટો પર કોનો ફોટો હતો? તો આવો ચાલો જાણીએ…

ગોવામાં પણ હતી પોતાની મુદ્રા

બીજા રાજ્યોની પણ પોતાની અલગ ચલણી નોટો હતી. 1510માં પોર્ટુગલ ભારત આવ્યા અને તેમણે ગોવા પર કબ્જો જમાવ્યો અને તેમણે રૂપિયા કરન્સીનું ચલણ ચાલું કર્યું હતું. ગોવમાં પોર્ટુગલ ઈન્ડિયા નામથી નોટ છાપતા હતા. કારણકે આઝાદી પછી પણ ગોવા પોર્ટુગલનાં તાબા હેઠળ હતું. આ નોટોને ઈસ્કુડો નામ આપવામાં આવ્યું હતું. ગોવાની આ નોટો પર પોર્ટુગલનાં રાજાનાં જ્યોર્જ દ્રિતીયના નાંમથી છપાતી હતી.

હૈદરાબાદનાં નિઝામ છપાવતા હતા અલગ નોટ

હૈદરાબાદનાં નિઝામ પોતાની નોટો છપાવતા હતા. વર્ષ 1917-1918માં તેમણે આ કાર્ય કરવાનો અધિકાર મળ્યો હતો. તેઓ જે નોટ છપાવતા તેમાં પાછળની તરફ સિક્કાની આકૃતિ છપાયેલી હતી.

RBIએ પ્રથમ વખત છાપી હતી તેમની તસ્વીર

ભારતીય રિઝર્વ બેંકએ પ્રથમ 1938 માં 5 રૂપિયાની નોટ બહાર પાડી હતી, જેના પર યુનાઇટેડ કીંગ્ડમના રાજા જ્યોર્જ VI નો ફોટો હતો. તેઓ જર્મની સામે બીજા વિશ્વયુદ્ધ જીતવાના બ્રિટિશ સંકલ્પના પ્રતીક તરીકે જાણીતા છે.

આ પછી, ફેબ્રુઆરી 1938 માં 10 રૂપિયાની નોટ, માર્ચ 1938 માં 100 અને 1000 ની નોટો અને જૂનમાં દસ હજારની નોટો બહાર પાડવામાં આવી હતી. આ નોટો પર સર જેમ્સ ટેલર દ્વારા સહી કરવામાં આવી હતી. આઝાદી પછી પ્રથમ વખત જ્યારે વર્ષ 1949માં ભારતે નોટ છાપ્યા તે સમયે જ્યોર્જ VIની તસ્વીર હટાવીને ભારતીય નોટો પર રાષ્ટ્રીય ચિન્હ અશોક સ્તંભનો ફોટો પણ છાપવામાં આવ્યો હતો.

ભારતીય રિઝર્વ બેંક:

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) પર લોકોનો વિશ્વાસ આઝાદીની પહેલાથી જ અકબંધ છે. ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના 1 એપ્રિલ, 1935 ના રોજ ભારતીય રિઝર્વ બેંક એક્ટ, 1934 ની જોગવાઈઓ મુજબ કરવામાં આવી હતી. રિઝર્વ બેંકની સેન્ટ્રલ ઓફિસની સ્થાપના સૌ પ્રથમ કોલકાતામાં થઈ હતી, જે 1937 માં કાયમી ધોરણે મુંબઇ ખસેડાઇ હતી. કેન્દ્રિય કાર્યાલય એ કાર્યાલય છે જ્યાં રાજ્યપાલ બેસે છે અને જ્યાં નીતિઓ નક્કી કરવામાં આવે છે.

જોકે શરૂઆતમાં તે ખાનગી માલિકીની હતી. પરંતુ 1949 માં રાષ્ટ્રીયકરણ પછી, તે સંપૂર્ણ રીતે ભારત સરકારની માલિકીનું બન્યું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વટહુકમ પસાર કરવામાં સર જેમ્સ બ્રેડ ટેલરનું મહત્ત્વ હતું. તે આરબીઆઈનાં બીજાં ગવર્નર બન્યા હતા. તેમણે જ દેશમાં ચાંદીના સિક્કાઓની પ્રથા બંધ કરીને ચલણી નોટોનું પરિભ્રમણ શરૂ કર્યું હતું. પ્રથમ વખત, તેમની સહી નોટ પર છાપવામાં આવી હતી.

નોટ સંબધિત મહત્વપૂર્ણ તથ્ય

1923માં 1, 2.1/2, 5, 10, 50, 100, 1000, 10 હજારનાં નોટ પ્રકાશિત કરવામાં આવી હતી. 1940માં 1 રૂપિયાની નોટ પ્રકાશિત કરવામાં આવી હતી. ત્યાર પછી સુરક્ષા દોરો જેવા ફિચર્સ નોટમાં જોડવામાં આવ્યા હતા. 1950 સુધી જ્યોર્જ VI સીરીઝનાં નોટો દેશમાં ચલણ તરીકે ચાલ્યા રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *