10% EBC દેશની સામાન્ય જનતા માટે મજાક, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલે કર્યો વિરોધ

કેન્દ્રની મોદી સરકારે ગઈકાલે કેબિનેટની બેઠકમાં સવર્ણોને અનામત આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અનામત માત્ર એ સવર્ણોને જ મળશે જેમની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હશે. આ સિવાય અનામતના હકદાર એ જ રહેશે જેમની પાસે પાંચ એકરથી ઓછી જમીન હશે. કોંગ્રેસ પણ આ પ્રસ્તાવનો વિરોધ નથી કરી શકી.

મોદી સરકાર સવર્ણ અનામત આર્થિક આધાર પર લાવી રહી છે, જેની અત્યારે સંવિધાનમાં વ્યવસ્થા નથી. આથી સરકારને અનામત લાગૂ કરવા માટે સંવિધાનમાં સંશોધન કરવું પડશે. સંવિધાનના અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 16મા ફેરફાર કરાશે. બંને અનુચ્છેદમાં ફેરફાર કરીને આર્થિક આધાર પર અનામત આપવાનો રસ્તો સાફ થઇ જશે. બીજીબાજુ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ અધિવકતા કેટીએસ તુલસીએ સરકારના આ નિર્ણયને સામાન્ય પ્રજા સાથે મજાક ગણાવી છે. તેમણે કહ્યું કે આ નિર્ણય માત્ર લોકોને બેવકૂફ બનાવા માટે છે. તેમને પ્રશ્ન કર્યો કે જ્યારે સાધારણ બિલ પાસ નથી થતું તો આ કેવી રીતે પાસ થઇ શકશે.

પ્રસ્તાવ અનુસાર સવર્ણ સમાજમાં આવતા બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ- નાગર, વળાદરા બ્રાહ્મણ, અનાવિલ બ્રાહ્મણ, દિચ્ય બ્રાહ્મણ, તપોધન બ્રાહ્મણ, મેવાડા બ્રાહ્મણ, મોઢ બ્રાહ્મણ, ગુગળી બ્રાહ્મણ, સાંચોરા બ્રાહ્મણ, સારસ્વત બ્રાહ્મણ, શ્રીમાળી બ્રાહ્મણ, રાજપૂત- રજપૂત, ક્ષત્રિય, વાણિયા- વૈષ્ણવ શાહ, ભાટિયા, ભાવસાર, ભાવસાર(જૈન), બ્રહ્મ ક્ષત્રિય, ક્ષત્રિય પ્રભુ, ન્યાયેતર જાતિ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે ), પૂજારા, કેર, ખડાયતા, ખત્રી, કળબી- કણબી, લેઉવા પાટીદાર- પટેલ, કડવા પાટીદાર- પટેલ, લાડ વાણિયા, શ્વેતાંબર જૈન વાણિયા, દિગંબર જૈન વાણિયા, લોહાણા- લવાણા- લુહાણા, મંડાલી, મણિયાર, મરાઠા રાજપૂત ( મુળે ગુજરાતમાં સ્થાયી થયેલા ), મહારાષ્ટ્રિયન ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે અને મૂળે ગુજરાતમાં સ્થાયી થયેલા ), દશા- વીસા જૈન, પોરવાલ જૈન, સોમપુરા- સોમપુરા બ્રાહ્મણ (ઘંટિયા સલાટ સિવાયના), સોની- સોનાર- સુવર્ણકાર, સિંધી ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે ) લોકોને આ અનામત નો લાભ મળશે.

મુસ્લિમ ધર્મના સૈયદ, બલોચ, બાવચી, ભાડેલા (મુસ્લિમ), અલવી વોરા( મુસ્લિમ), દાઉદી વોરા, સુલેમાની વોરા, મુસ્લિમ ચાકી, જલાલી, કાગઝી (મુસ્લિમ), કાઝી, ખોજા, મલિક ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે ), મેમણ, મોગલ, મોલેસલામ ગરાસિયા, મોમિન ( પટેલ ), પટેલ ( મુસ્લિમ ), પઠાણ, કુરેશી (સૈયદ), સમા, શેખ ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે ), વ્યાપારી ( મુસ્લિમ ), અત્તરવાલા વગેરે જ્ઞાતિને અનામતનો લાભ મળશે.

આ સિવાય શરમ અનુસાર ગણીએ તો પારસી, ખ્રિસ્તી (જે અનુસૂચિત જાતિમાંથી ધર્માતંરિત થયેલી નથી તે), યહૂદી ધર્મના લોકોને આ અનામતનો લાભ મળવા પાત્ર હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *