રાજ્યસભા: શક્તિસિંહ કે ભરતસિંહ માંથી કોણ જીતશે? જે હાર્યું તેની રાજનીતિ સમાપ્ત

કોરોના મહામારી વચ્ચે રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે. રાજ્યસભા માટે 19 જૂનના રોજ ચૂંટણી યોજાશે. ગાંધીનગર વિધાનસભા ખાતે સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. મતદાન પૂર્ણ થયા બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાનાં 250 સભ્યો હોય છે. જેમાં ગુજરાતમાંથી 11 સભ્યો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.

ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે 5 ઉમેદવારો એ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જેમાં કોંગ્રેસ તરફ થી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી કરી છે, જ્યારે ભાજપ તરફ થી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીન મેદાનમાં છે. હવે વાત કરી એ ગુજરાત વિધાનસભા માં પક્ષ વાર રાજકીય સ્થિતિ જોઈએ બીજેપી 103, બીટીપી -2 અને એનસીપી 1 જયારે કોંગ્રેસ 68 અને અપક્ષ 1, સહિત 175 ધારાસભ્યો વિધાનસભા માં પ્રતિનિધિત્વ કરે છે.

ગુજરાત વિધાનસભામાં બીજેપી અને કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ જોતા બીજેપીના ત્રણ અને કોંગ્રેસનો એક સભ્ય ચૂંટાય શકે તેમ છે. કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ બે ઉમેદવારોમાંથી કોને પ્રથમ મત આપવો તે કોંગ્રેસના ધારાસભ્યો માટે દુવિધા ઉભી થશે.

મોટાભાગ ના ધારાસભ્યો શક્તિસિંહ ગોહિલના સમર્થનમાં હોવાથી ભરતસિંહની મુશ્કેલી વધી શકે છે. કેન્દ્રીય નેતૃત્વની પ્રથમ પસંદગી પણ શક્તિસિંહ ગોહિલ છે. કોંગ્રેસ દ્વારા તેમના ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીમાં વહીપ આપવામાં આવશે.

આ આખી પરિસ્થિતિમાં જોવાનું એ છે કે બીજેપી તેની ત્રણ બેઠકો જાળવી રાખશે કે પછી કોંગ્રેસ બીજેપી પાસે થી એક બેઠક આંચકી લેવામાં સફળ થશે. અત્યારે તો બીજેપી ના અભય ભારદ્વાજ ,રમીલા બારા ની જીત નિશ્ચિત માનવા માં આવે છે.જયારે બીજેપીના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન ની જીત બીટીપી અને એનસીપી ના સમર્થન પર રહેલી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ ના શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી માંથી કોણ રાજ્યસભા માં પ્રવેશ કરવા માં સફળ થશે તે તો 19 જૂને જ જાણ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *