હરિધામ સોખડાના બે ફાડિયા- જાણો પ્રબોધ સ્વામી અને પ્રેમસ્વરૂપ સ્વામીમાંથી કોણ છોડશે મંદિર, કોની પાસે બહુમત?

ગુજરાત(Gujarat): હરિધામ-સોખડા(Haridham-Sokhada) વિવાદનો કોકડો હજુ ગૂંચવાયેલો છે.  ત્યારે પ્રબોધસ્વામીએ હરિધામ છોડવાનો નિર્ણય લઇ લેતા ખળભળાટ મચી ગયો છે બીજી તરફ પ્રબોધસ્વામી (Prabodhaswamy)ના આ નિર્ણયથી હાલમાં…

ગુજરાત(Gujarat): હરિધામ-સોખડા(Haridham-Sokhada) વિવાદનો કોકડો હજુ ગૂંચવાયેલો છે.  ત્યારે પ્રબોધસ્વામીએ હરિધામ છોડવાનો નિર્ણય લઇ લેતા ખળભળાટ મચી ગયો છે બીજી તરફ પ્રબોધસ્વામી (Prabodhaswamy)ના આ નિર્ણયથી હાલમાં મંદિરનો વહિવટ સંભાળી રહેલા પ્રેમસ્વરૃપ સ્વામી(Premasvarupa Swami) જૂથમાં સન્નાટો વ્યાપી ગયો છે અને હરિધામ મંદિરમાંથી કોઇને પણ બહાર જવા પર પ્રતિબંધ મુકી દેવામા આવ્યો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.

સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા યોગી ડિવાઇન સોસાયટી-હરીધામ સોખડાના સંસ્થાપક હરિપ્રસાદ સ્વામીજી ૨૭ જુલાઇ ૨૦૨૧ના રોજ અક્ષરવાસી થયા તે સાથે જ સંસ્થાના અધ્યક્ષની વરણીને લઇને વિવાદ ઉભો થયો છે. જેમાં પ્રેમસ્વરૃપ સ્વામી અને પ્રબોધજીવન સ્વામી એમ બે જુથ આમને સામને આવી ગયા છે. આ વિવાદમાં બળતામાં ઘી ત્યારે હોમાયુ જ્યારે પ્રબોધજીવન સ્વામીના સમર્થક યુવાન હરિભક્ત અનુજ ચૌહાણને ૬ જાન્યુઆરીની બપોરે હરિધામ મંદિર પરીસરમાં જ માર મારવામાં આવ્યો. જે બાદ અમદાવાદ અને સુરતમા પણ હરિભક્તો પર હુમલાની ઘટના બની અને બન્ને પક્ષો સામે ગંભીર આક્ષેપો થયા.

યોગી ડિવાઇન સોસાયટી અને હરિધામ પર વર્ચસ્વની આ લડાઇ દિવસે દિવસે તેજ બની રહી હતી. જેમાં મહિલા સાધકો અને મહિલા સત્સંગી મંડળો દ્વારા પણ ગંભીર આક્ષેપો થવા લાગ્યા હતા. ધાર્મિક અને રાજકીય અગ્રણીઓ દ્વારા પણ સમાધાનના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ નિષ્ફળ ગયા હતા. દરમિયાન આજે મંદિરના કેટલાક સંતો અને હરિભક્તો પાસેથી જાણવા મળ્યુ કે પ્રબોધસ્વામીએ તેમના સમર્થક સંતો અને હરિભક્તો સાથે હરિધામ સોખડા છોડવાનો નિર્ણય લઇ લીધો છે અને તા.૨૧ એપ્રિલ ગુરૃવારે પ્રબોધસ્વામી સાથે મોટી સંખ્યામાં સમર્થકો સોખડા છોડીને સુરત પ્રયાણ કરશે.

બીજી તરફ હરિધામ મંદિરનો હાલમાં વહિવટ સંભાળી રહેલા પ્રેમસ્વરૃપ સ્વામી જૂથ દ્વારા મંદિરની તાળાબંધી કરીને મંદિર પરીસરમાં જાહેર નોટિસો લગાવવામા આવી છે કે એવુ જાણવા મળ્યુ છે કે સંતો,સાધકો, સાધ્વી બહેનો અને સેવકો અગામી દિવસોમાં હિરધામ સોખડા છોડીને અન્યત્ર જવા માગતા હોય તેઓએ નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને જ જવુ. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર હરિધામ સોખડા પરિસર છોડવાની મંજૂરી મળી શક્શે નહી.

પ્રબોધસ્વામી જુથના એક હરિભક્ત સાથે વાત કરતા જાણવા મળ્યું કે ‘લગભગ ૨૧ તારીખ ગુરૃવારે હરિધામ છોડવાનો નિર્ણય થઇ ચુક્યો છે. હરિધામના ૮૦ ટકા સંતો અને સાધ્વી બહેનો પ્રબોધસ્વામી સાથે છે. હરિધામમમાં ૧૦૦માંથી ૬૮ મુખ્ય સંતો અને ૧૯૦ સાધ્વી બહેનોમાંથી ૧૧૦ બહેનો તથા મંદિરમાં જીવન સમર્પિત કરનાર સહિષ્ણું સેવકોની મોટી સંખ્યા પ્રબોધસ્વામી સાથે ગુરૃવારે જ હરિધામ છોડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *