આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ આજે સુરતમાં સકીઁટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મીડિયાને સંબોધિત કરીને જણાવ્યું હતું કે ગુજરાતમાં વારંવાર પેપર ફોડ ની જે ઘટનાઓ બની રહી છે અત્યાર સુધી એવું બની રહ્યું હતું કે આ સરકારી ભરતી પરીક્ષાઓ અને કોલેજોની પરીક્ષાઓના પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવતી હતી.
ગઇકાલે રાત્રે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નેસવડ ગામની શાળા માંથી ધોરણ સાત નુ પેપર ફૂટ્યું હતું. દુઃખદ વાત એ છે કે, અત્યાર સુધી તો માત્ર પેપર ફૂટતા હતા, પરંતુ આ તો એનાથી આગળની ઘટના બની, કે પેપર ફૂટવાની સાથે પેપર ચોરાઈ પણ ગયું. એટલે કે એક ચોરની હિંમત છે કે શાળામાં જઈ દરવાજો ક્રોસ કરી, ઓફિસનો દરવાજો તોડી, અને કબાટનો લોક તોડી પર્ટિક્યુલર સાતમા ધોરણના બે વિષયોના પેપરોની ચોરી કરી. આ શાળામાં એક પણ CCTV કેમેરો નહોતો.
આમ આદમી પાર્ટી આ મુદ્દે સખત આવાજ ઉઠાવતી રહી છે. આમ આદમી પાર્ટી છેલ્લા એક વર્ષથી શાળાઓ માટે આંદોલન કરે છે કે શાળાઓની અંદર સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી હોવી જોઈએ. કાલે રાત્રે જે ઘટના બની એના કરતા કોઈ કોઇ ગંભીર ઘટના બની હોત તો જવાબદાર કોણ… રજૂઆત કરતા આપે કહ્યું છે કે, ગુજરાત સરકાર જે રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડે રમત રમી રહી છે એ રમત બહુ ખોટી છે.
આમ આદમી પાર્ટી દ્વારા સુરત ખાતે શિક્ષણની નબળી ગુણવત્તા અને પારદર્શિતા અભાવ ઉપર પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇશુદાન ગઢવીની અધ્યક્ષતામાં ભાજપ સરકારની શિક્ષણનીતી પર આકરા પ્રહારો કરીને પુરાવા રજૂ કર્યા હતા. વધુમાં કહ્યું હતું કે, કોલેજો અને ઉચ્ચતર માધ્યમિક તો ઠીક પણ માધ્યમિક શાળાના પેપરો ફૂટનાની ઘટનનાને વાચા આપી હતી.
વહેલી ચુંટણી યોજાશે કે નહિ?
ઇશુદાન ગઢવીએ આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, ભુતકાળમાં ગુજરાતમાં ક્યારેય ચુંટણી નથી યોજાઇ, પણ જે રીતે ગુજરાતમાં આમ આદમી પાટીઁનો વ્યાપ અને પ્રભાવ વધી રહ્યો છે. તેમજ જે રીતે AAP ભાજપને તમામ મોરચે ઘેરીને ભાજપને ખુલ્લી પાડી રહી છે જેનાથી સમગ્ર ભાજપમાં ડરનો માહોલ પેદા થયો છે. ભાજપ વહેલી ચુંટણી લાવવાના પ્રયાસ કરી રહી છે, જેનાથી આમ આદમી પાટીઁને તૈયારી કરવાનો સમય ઓછો મળે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.