અમેરિકા દેશનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રેમ્પ દ્વારા ચીનને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે, COVID-19ને આખા વિશ્વમાં ફેલાવવા માટે ચીન દેશને મોટી કિંમત ચુકવવી પડશે. COVID-19 બાદ સૈન્ય હોસ્પિટલથી વ્હાઇટ હાઉસ પાછા આવેલાં અમેરિકનાં પ્રમુખ દ્વારા ઓવલ કાર્યાલયની બહાર રોઝ ગાર્ડનમાં એક વીડિયો બનાવવામાં આવ્યો હતો તેમજ ટવીટર પર પોષ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં તેમણે ફરી એક વખત COVID-19 મહામારી માટે ચીન દેશને જવાબદાર ઠેરવ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વીડિયો સંદેશોમાં કહેવામાં આવ્યું છે કે, COVID-19માં લોકોની કોઇ ભુલ નથી, પણ આ ચીન દેશની ભુલ છે.ચીન દ્વારા અમેરિકા તેમજ વિશ્વનાં દેશો સાથે જે કરવામાં આવ્યું છે તેની ચીનને મોટી કિંમત ચુકવવી પડશે. ચીન દેશનાં વુહાન શહેરમાં વર્ષ- 2019નાં અંતભાગમાં કોરોનાનો પ્રથમ કેસ બહાર આવ્યો હતો. ત્યાર બાદ COVID-19નું સંક્મણ આખી દુનિયામાં ફેલાયું હતુ. વુહાનથી ફેલાયેલા આ કોરોના વાયરસને લીધે હાલ સુધીમાં વિશ્વમાં 10 લાખ 54 હજાર 674 લોકોનાં મૃત્યુ થઇ ચુકયા છે તેમજ 3 કરોડ 60 લાખ 77 હજાર 017 લોકો કોરોના સંક્રમિત થયા છે. અમેરિકા કોરોના વાયરસથી વધુ પ્રભાવિત થયું છે. ખાલી અમેરિકામાં જ 75 લાખ 49 હજાર 429 લોકો COVID-19થી સંક્રમિત થયા છે તેમજ 2 લાખ 11 હજાર 793 લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ ફર્સ્ટ લેડી મેલાનિયા ગયા અઠવાડિયામાં COVID-19થી સંક્રમિત થયા હતા તેમજ આ બંનેને વોલ્ટ ફીડ નેશનલ મેડિકલ સેન્ટરમાં સારવાર આપવામાં આવી હતી. ટ્રમ્પ તેમજ મેલાનિયાને સોમવારનાં રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. છેલ્લાં અમુક માસમાં ટ્રમ્પ સરકાર દ્વારા ચીન વિરુધ્ધ ઘણા પગલાં લેવામાં આવ્યા છે. અમેરિકા દેશ દ્વારા ચીન દેશની સતારૂઢ પાર્ટી ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીનાં અધિકારીઓનાં વિઝા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle