ગુજરાત: જમીન દલાલના ત્રાસથી કંટાળીને મેડિકલ સ્ટોર સંચાલકનો આપઘાત, મળી આવી સુસાઇડ નોટ

ગુજરાતમાં અવાર-નવાર આત્મહત્યાની ઘટનાઓ બનતી આવે છે. ત્યારે આજે ફરી એક વખત જામનગરમાં આવી જ એક ઘટના સામે આવી છે. જામનગરમાં મેડિકલ સ્ટોરના સંચાલકે પોતાના…

ગુજરાતમાં અવાર-નવાર આત્મહત્યાની ઘટનાઓ બનતી આવે છે. ત્યારે આજે ફરી એક વખત જામનગરમાં આવી જ એક ઘટના સામે આવી છે. જામનગરમાં મેડિકલ સ્ટોરના સંચાલકે પોતાના ઘરે ગળેફાસો ખાઇ આપઘાત કરી લીધો છે. આપઘાત કરતા પહેલાં મેડીકલ સ્ટોરના સંચાલકે સુસાઈડ નોટ પણ લખી હતી જેમાં પોતાના પરિવારને સંબોધીને પોતાની જમીનને લઇને ચાલી રહેલ વિવાદનો ઉલ્લેખ સાથે બે લોકોના ત્રાસથી આપઘાત કરી લીધાનું લખવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે સીટી સી.ડિવિઝન પોલીસે દોડી થઈ ગઈ છે. હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોચીને  મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી સુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ સુસાઇડ નોટમાં પોતાના દીકરાને સંબોધીને લખ્યું છે કે, ગમે તે થાય તું ડોક્ટર બનજે.

અત્રે ઉલેખનીય છે કે, જામનગરમાં દિવસે ને દિવસે જમીન-મકાનના પ્રશ્નોને લગતા કેસ સતત વધી રહ્યા છે. આવામાં જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ રોયલ એન્કલેવ NRI બંગલા માં C-24માં રહેતા હિતેષ ચંદ્રકાન્તભાઈ પરમાર નામના જામનગરના રણજીત રોડ પર ચામુંડા મેડિકલ સ્ટોર ધરાવતા મેડિકલ સંચાલકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. હિતેશભાઈએ આપઘાત કરતા પહેલા પોતાના પરિવારને સંબોધન કરાયેલી બે પાનાની સુસાઈડ નોટ લખી છે.

ઘટના સ્થળ ઉપરથી સુસાઇડ નોટ પંજ મળી આવી છે. આ સુસાઇડ નોટમાં કનુભાઈ અને રમણભાઈના મોબાઈલ નંબર સાથેના ઉલ્લેખ કરી તેના દ્વારા હેરાન કરાતા હોવાનો અને ઘરનાને જાનથી મારી નાખવાની વાતનો ઉલ્લેખ કરાયો છે. અને એ સુસાઇડનોટમાં જમીન લેવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે મૃતક હિતેશભાઈએ પોતાના મોટા પુત્ર હર્ષને ડોક્ટર બનવાની ઈચ્છા સાથે નાના ભાઈ હિતનું ધ્યાન રાખવા કહી પત્ની નયનાને સંબોધન કરીને પોતાની LIC ની પોલિસીઓ અને લોન ભરવાની પણ ભલામણ કરી છે.

જામનગરમાં મેડિકલ સ્ટોરના સંચાલક હિતેશભાઈ પરમારે પોતાના ઘરે 9ઓક્ટોબર,2020ના રાત્રે 9 વાગ્યા આસપાસ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના બનતા પતિ-પત્ની અને બે બાળકો મળી ચાર સભ્યોનો માળો વિખાયો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ જ્યારે પહોચી તો પોલીસને બે પાનાની સુસાઇડ નોટ પણ મળી છે. ત્યારે સીટી સી.ડિવિઝન પોલીસે હાલ આ સુસાઇડ નોટ કબ્જે કરી મૃતદેહને પી.એમ.માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મેડિકલ સ્ટોરના સંચાલક હિતેશભાઇ પરમારના આપઘાત બાદ મૃતકના પરિવારજનોએ પોતાની જુના નાગના પાસે આવેલી ટાવર વાળી વાડીને લઈને છેલ્લા કેટલાક દિવસથી હિતેશભાઈ ગુમસુમ હોવાનું જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *