હાલમાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર (Congress president Jagdish Thakor) પોતાના જાતિવાદી વલણને લઈને કોંગ્રેસમાં ઊંહાપોહ મચાવી રહ્યા છે. બીજી તરફ તેઓ કાના સાગરીતો ને ગુજરાતને જાતિવાદમાં ધકેલવા માટે પેરેલલ સંગઠન કોંગ્રેસના ઠાકોર નેતાઓની મદદથી ચલાવડાવી રહ્યા હોવાના સંકેત સામે આવ્યા છે.ભરતસિંહ સોલંકીએ રાજકારણમાંથી બ્રેક લેવાની જાહેરાત કર્યા બાદ હવે ઠાકોર સમાજની આડમાં આ કામગીરી શરુ કરી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવાની સ્પષ્ટ ના કરતા ગિન્નાયેલા જગદીશ ઠાકોરે હવે લેઉવા પટેલો નેતાઓનો એકડો કાઢી નાખવાની હિમાયત શરુ કરી દીધી છે. હાલમાં જ કોંગ્રેસે પોતાના સાત કાર્યકારી પ્રમુખોની જાહેરાત કરી જેમાંથી પાંચ ધારાસભ્યો છે અને આ એક પણ નેતાઓમાંથી લેઉવા પટેલ સમાજ કે બ્રાહ્મણ સમાજના નેતાને સ્થાન અપાયું નથી.
બીજી તરફ પોતાના વિશ્વાસુ માણસો પાસે આગામી મુખ્યમંત્રી અને આખુ મંત્રીમંડળ ઓબીસી એસસી એસટી નેતાઓનું હશે અને સવર્ણ નેતાઓનું કાસળ નીકળી જશે તેવી મનશા વ્યક્ત કરીને વર્ગવિગ્રહને પ્રોત્સાહન આપી રહ્યા છે.
ઠાકોર સમાજના નેતા નવઘણજી ઠાકોરે જાતિવાદી ઝેર ઓકીને થોડા દિવસ અગાઉ કહ્યું હતું કે ગુજરાતમાં ઓબીસી અને એસસી એસટી સિવાયના કોઈ નેતાઓને ગામમાં ઘૂસવા દેશે નહીં. રાજ્યમાં ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બનશે પોતે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાથે હેલિકોપ્ટરમાં બેસીને દર્શન કરવા જશે.
બીજી તરફ તેઓએ એક સંકલ્પ યાત્રા નામની રેલી શરૂ કરી છે. જે છ જિલ્લાઓમાં અને 33 વિધાનસભાઓમાં ફરશે અને ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બનાવવા માટે કામ કરશે. વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે 2022 માં અમે હાથમાં તલવાર લઈને વિજયની વરમાળા પહેરવાના છીએ.
જગદીશ ઠાકોરના નજીકના ગણાતા આ ઠાકોર નેતાએ કોંગ્રેસી નેતાઓનું પીઠબળ મેળવીને ગુજરાતના સવર્ણ સમાજને ટાર્ગેટ કર્યો છે અને જગદીશ ઠાકોરે ગુજરાતમાં માત્ર ઠાકોર સમાજનું જ ચાલી શકે છે તેવું ચિત્ર ઊભું કરીને સવર્ણ નેતાઓનો એકડો કાઢી નાખવાનો કામ આદરી દીધું છે. જેની શરૂઆત તેઓએ નરેશ પટેલ કે જે લેઉવા પટેલ સમાજમાંથી આવે છે તેના તમામ નેતાઓને કોંગ્રેસના મહત્વના હોદ્દાઓ દૂર કરીને કરી છે.
ઉલ્લેખનીય છે કે મીડિયા કવરેજ મેળવવા માટે નવઘણજી ઠાકોરે સંકલ્પ યાત્રા ની શરૂઆત દરમિયાન ગુજરાતની રીજનલ ચેનલો ના સ્થાનિક પત્રકારોને 25000 રૂપિયા આપ્યા હોવાની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. જેને લઈને આવા રૂપિયા આપીને ચલાવેલા સમાચાર છપાવનારા નવઘણજી ઠાકોર સામે ખરીદેલી લોકપ્રિયતા મેળવી હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.