Keyboard: ટાઈપરાઈટરની શોધ થઈ ત્યારે મૂળાક્ષરો એ, બી, સી, ડી ના ક્રમમાં જ ગોઠવાયેલા હતા. પણ તે ચાલે એમ ન હતું. કેમ કે ઘણા અંગ્રેજી શબ્દો ટાઈપ (Keyboard) કરતી વખતે મૂળાક્ષરની દાંડી એકબીજા સાથે ટકરાતી હતી. અને પરસ્પર ચોંટી પણ જતી હતી. અને ટાઈપિંગનું કામ ધીમું પડી જતું હતું.
સંશોધનના આધારે કી-બોર્ડની ગોઠવણ કરવામાં આવી
પરિણામે અંગ્રેજી શબ્દોમાં વધુ ભાગે ક્યા મૂળાક્ષરો એક પછી એક રિપિટ થાય છે તેનું સંશોધન કરવામાં આવ્યું. આ જાતના મૂળાક્ષરોની દાંડીને એકબીજાથી જુદી રાખવા તેમની વચ્ચે અંતર રાખવામાં આવ્યું. સંશોધનના આધારે કી-બોર્ડની ગોઠવણ સદંતર બદલવામાં આવી. પણ આ ગોઠવણ સગવડભરી ન હતી. કેમ કે વધુમાં વધુ કી દબાવવાનું કામ કમજોર આંગળીઓ પર આવતું હતું. તો પણ QWERTY એ જ કી-બોર્ડ દુનિયાભરમાં વપરાવા લાગ્યું.
Q, W, E, R, T, Y કી-પેડ નામ આ રીતે પડ્યું
આ કી-બોર્ડ પર શરૂઆતના મૂળાક્ષરો Q, W, E, R, T, Y વગેરેના ક્રમમાં ગોઠવેલા હોય છે, તેથી તેનું એવું નામ પડ્યું છે. ટાઈપરાઈટર પછી કોમ્પ્યુટર શોધાયું. જેમાં દાંડી જેવું કશું ન હતું. આથી દરેક કીનું સ્થાન કોમ્પ્યુટર ઑપરેટરને માફક આવી શકે એવું રાખી શકાત. છતાં ટાઈપિસ્ટ પણ ફરી તાલીમ લીધા વગર કોમ્પ્યુટર પર કામ કરી શકે એટલે QWERTY નું અગવડભર્યું કી-બોર્ડ ચાલુ રાખવામાં આવ્યું, જે હવે બદલાય એમ નથી.
F અને J બટન પર આડી લાઈન કેમ હોય છે
તમે કી-બોર્ડ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે F અને J બટનમાં ઉપર એક હળવી લાઈન ઉપસેલી હોય છે. તે લાઈન ટાઈપિંગને સરળ કરવા માટે મૂકવામાં આવી હોય છે. કી-બોર્ડની વચ્ચેની લાઈનને હોમ રો કહેવામાં આવે છે. જ્યારે કોઈ ટાઈપિંગ શીખે તો તેમની આંગળીઓ વચ્ચેની રો માં રહે છે. ટાઈપિંગ કરતી વખતે ડાબા હાથની આંગણી F પર અને જમણા હાથની આંગણી J ઉપર હોય છે. જ્યારે પણ ટાઈપ કરીએ ત્યારે નજર સ્ક્રીન પર હોય તો F અને J બટન દ્વારા આંગણીઓ કંઈ લાઈનમાં છે તેનો અંદાજ લગાવી શકાય છે.
સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કી
કી-બોર્ડમાં સૌથી વધારે સ્પેસબારનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા નંબરે Eનો ઉપયોગ થાય છે કેમ કે અંગ્રેજીમાં મોટાભાગના શબ્દોમાં Eનો ઉપયોગ થાય છે. જ્યારે ત્રીજા નંબરે બેકસ્પેસ કી આવે છે. જેનો ઉપયોગ ટાઈપિંગ લખતી વખતે થયેલી ભુલો સુધારવા માટે કરવામાં આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App