ખામ થીયરી થી ચાલતી કોંગ્રેસની નૈયા ૨૫ વર્ષથી પાણીમાં ડૂબેલી જ છે અને રહેશે- વાંચો સ્ફોટક હકીકત

ગુજરાતમાં છેલ્લા ૨૫ થી વધુ વર્ષોથી કોંગ્રેસની સરકાર બની નથી. ગુજરાતમાં દર ચૂંટણી વખતે ખામ થિયરીની ચર્ચા થાય છે. નવી પેઢીના યુવાઓને કદાચ કોંગ્રેસની આ નીતિરીતિનો ખ્યાલ નહી હોય. ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ – આ ચાર શબ્દોના પ્રથમ અક્ષરને લઇ લેવાના એટલે મળી જશે શબ્દ ખામ. આ થીયરીને લઈને ગુજરાતના બ્રહ્મણો અને પટેલો કોંગ્રેસ થી દુર રહ્યા. ધનથી પાણીદાર એવા પાટીદારો, અને શિક્ષિત બ્રાહ્મણો ભાજપ તરફ વળી ગયા. પાટીદારોએ તો ૨૦૧૭માં કોંગ્રેસ તરફ મો ફેરવ્યું હતું પણ ફરીવાર ૨૦૧૯માં કોંગ્રેસના ટોચના નેતાઓએ જૂની ખામ થીયરીની ગોટલીઓ ચગળી અને મોદીરુપી વાવાઝોડામાં ફરી એકવાર નૈયા ડૂબી જ ગઈ.

સોફ્ટ હિદુત્વ તરફ વળેલી ગુજરાત કોંગ્રેસ હજુ પણ ખામ નીતિને આગળ વધારીને નિર્ણયો લઇ રહી છે- પણ સામા પક્ષે ભાજપ દ્વારા તમામ વર્ગને આવરી લઈને ‘સહુનો સાથ, સહુનો વિકાસ’ વાળી નીતિથી ચાલીને તમામ વર્ગને એક લાઈનમાં ઉભા રાખ્યા છે. જયારે કોંગ્રેસની મોવડી મંડળની ચાર નેતાની ચોકડીએ પોતાના વહાલા “ખામ” માં બંધ બેસતા લોકોને પોતાના પક્ષમાં આગળ રાખીને બ્રાહ્મણો અને પાટીદારોને અળગા રાખવાની કોશિશ કરી છે. અને ૨૫ વર્ષથી કદાચ ચૂંટણી ફિક્સ પણ કરી રહ્યા હોય.

ગુજરાતના કહેવાતા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા- કે જેને ગુજરાતીઓ ફિક્સિંગ કિંગ ગણે છે તે પોતે પણ વર્ષોથી ખામ થીયરીની ગોટલીઓ કોંગ્રેસના સોનિયા ગાંધીને ચખાડતાં રહ્યા છે. ગુજરાતમાં કરોડોનો બીઝનેસ ઉભો કરીને પોતાનું કરી રહેલા આ નેતાને નવી ગાંધી પેઢીના રાહુલે પોતાની ઓફિસમાં પ્રવેશ બાંધી કરી દીધી છે પરંતુ જ્યાં સુધી આ નેતાને ગુજરાત કોંગ્રેસની ઓફિસમાં પણ પ્રવેશબંધી નહી કરાય, ત્યાં સુધી ગુજરાતના પટેલ અને બ્રાહ્મણો ક્યારેય કોંગ્રેસ તરફ નહી વળે તે નક્કી છે.

હાલમાં ગુજરાત કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો ભેગા થઈને રાજયસભાની બેઠક માટે પોતાના પક્ષથી ઉમેદવાર મોકલાય તેવી માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૩૫ વર્ષના ઇતિહાસમાં કોંગ્રેસ દ્વારા એક પણ પટેલને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા નથી જયારે સામે પક્ષે ભાજપે તમામ ટર્મ દરમ્યાન ઓછામાં ઓછા એક પટેલ નેતાને રાજ્યસભામાં મોકલ્યા છે અને છેલ્લા ૧૫ વર્ષથી ઓછામાં ઓછા ૨ નેતાઓ રાજ્યસભામાં નેતૃત્વ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *