જાણો કેમ Lata Mangeshkar એ નહોતા કર્યા લગ્ન- કારણ જાણી આંખો ભીની થઇ જશે

ફિલ્મ જગતની પ્રખ્યાત ગાયિકા (Famous singer) લતા મંગેશકર(Lata Mangeshkar) હવે આપણી વચ્ચે રહ્યા નથી. પરંતુ તેના જાદુઈ અવાજ દ્વારા તે લોકોમાં હંમેશા અમર રહેશે. તેમનું 92 વર્ષની વયે અવસાન થયું. તેમના ગીતો ઉપરાંત લતા મંગેશકરના અંગત જીવનની પણ ખૂબ ચર્ચા થઈ હતી. લતા મંગેશકરે શા માટે ક્યારેય લગ્ન કર્યા નથી? લતા મંગેશકરના ચાહકો(Fans)ને આ પ્રશ્નમાં હંમેશા રસ રહ્યો છે.

એવું કહેવાય છે કે, Lata Mangeshkar એ પોતાના નાના ભાઈ-બહેનોની જવાબદારીના કારણે ક્યારેય લગ્ન કર્યા નથી. Lata Mangeshkar ની બહેન મીનાતાઈ મંગેશકરે આ વાતનો ખુલાસો કર્યો હતો. મીનાતાઈએ કહ્યું હતું કે, લતા પાસે બધું હતું, પણ અમે પણ હતા. તે અમને મુકીને કશું કરી શકતી ન હતી. જો તેણે લગ્ન કર્યા હોત, તો અમારાથી દૂર હોત. તેથી જ દીદીએ લગ્ન ન કર્યા.

 

View this post on Instagram

 

A post shared by Lata Mangeshkar (@lata_mangeshkar)

“મા તેને લગ્ન માટે કહેતી હતી પણ તેણે ના કહ્યું. કારણ કે અમારા પાંચ જણા સિવાય કોઈ અમારું નહોતું. હું દસ વર્ષનો હતો ત્યારે પપ્પાનું નિધન થયું. એ પછી આશા મારાથી બે વર્ષ નાની હતી. હદ્વયનાથ બહુ નાનો હતો. હા, જો લતા દીદીની જગ્યાએ હદ્વયનાથ મોટો હોત તો આપણે બધાનું જીવન અલગ જ હોત.

તમે જાણો છો, લતા મંગેશકરને ચાર ભાઈ-બહેન છે. તેમાં મીના ખાંડીકર, આશા ભોસલે, ઉષા મંગેશકર અને હૃદયનાથ મંગેશકર છે. લતા મંગેશકર તમામ ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા. લતાને બાળપણથી જ સંગીતમાં રસ હતો. તેમના પિતા પંડિત દીનાનાથ મંગેશકર શાસ્ત્રીય ગાયક અને થિયેટર અભિનેતા હતા. લતાએ તેમના પિતા પાસેથી સંગીતની તાલીમ લીધી હતી. 5 વર્ષની ઉંમરે, લતાએ તેમના પિતાના સંગીત નાટકમાં અભિનેત્રી તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *