નેતાઓને છોડીને સામાન્ય માણસો પાસે જ કેમ દંડ ઉઘરાવો છો? કોંગ્રેસ નેતાએ પૂછ્યું ત્યાં પોલીસ વાળાઓએ કરી દીધી FIR

ગુજરાતમાં અવાર-નવાર પોલીસ દ્વારા રસ્તા વચ્ચે લોકોની ગાડી ઉભી રાખવામાં આવે છે અને આવા લોકો પાસેથી પોલીસવાળા ખોટી રીતે રૂપિયા પડાવતા હોય છે. લોકો પાસેથી…

ગુજરાતમાં અવાર-નવાર પોલીસ દ્વારા રસ્તા વચ્ચે લોકોની ગાડી ઉભી રાખવામાં આવે છે અને આવા લોકો પાસેથી પોલીસવાળા ખોટી રીતે રૂપિયા પડાવતા હોય છે. લોકો પાસેથી PUC, વીમો, ગાડીના કાગળ જેવા ઘણા બઘા પુરાવાઓ માંગવામાં આવતા હોય છે. જો પુરાવો આપવામાં આવે તો મસમોટો દંડ પણ ફટકારવામાં આવતો હોય છે.

ગઈકાલના રોજ સવારના સમયે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ સિંગનપુર ચાર રસ્તા પાસે આવી જ એક ઘટના બની છે જેમાં સામાન્ય જનતાની ગાડી નહી પરંતુ પોલીસ અધિકારીના સરકારી વાહન માં PUC અને વીમો ન હોવાનું એક જાગ્રત નાગરિક દ્વારા વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો.

આ વિડીયો સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ સિંગનપુર ચાર રસ્તા પાસે હોવાનું જાણવા મળી રહ્યું છે. જીગ્નેશ મેવશા દ્વારા પોલીસને અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે પરંતુ જવાબમાં માત્ર પોલીસ તેમને ખોટી કરી રહ્યા હોવાની વાત જણાવી રહ્યા છે. પોલીસ ધમકી પણ આપતા કહે છે કે, “તમે હેરાન કરી રહ્યા છો પોલીસ કેસ કરી દઈશ.”

જીગ્નેશ મેવાસા પોતાના મોબાઈલ ફોનમાં ઓનલાઈન puc બતાવી હતી. ગાડીમાં ઇન્સ્યોરન્સ અને પોલીસી ન હોવાનો જાણવા મળી રહ્યું છે. જેના બદલામાં પોલીસ રજૂ કરતાં કહે છે કે, તમે એક કલાકથી ખોટી રીતે અમારા વિડીયો ઉતારી રહ્યા છો. જેના કારણે અમારું કામ સરખી રીતે કરી શકતા નથી. અને ત્યાર પછી જીગ્નેશ મેવાસા અને પોલીસ વચ્ચે રકજક થઈ હતી.

આ સમગ્ર ઘટનામાં પોલીસે આપેલી ઘમકી અનુસાર આજરોજ કોંગ્રેસ કાર્યકર જીગ્નેશ મેવાસા સામે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અત્રે ઉલેખનીય છે કે, ગઈકાલના રોજ કતારગામ વિસ્તારમાં આવેલ સિંગનપુર ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસ સાથે જીગ્નેશ મેવાસા એ PUC, વીમો, ગાડીના કાગળ માટે માથાકૂટ કરી હતી. જેના કારણે આજરોજ જીગ્નેશ મેવાસા સામે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *