કમૂરતાંમાં લગ્ન અને શુભ કાર્યો કેમ થતાં નથી? જાણો કારણ અને નિયમો

Marraige in Kamurta: સનાતન પરંપરા અનુસાર કમુરતામા શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે. આપણે સૌ કમુરતાને ખારમાસ તરીકે પણ ઓળખવામા આવે છે. આ સમય દરમિયાન સૂર્ય ધન રાશિમા પ્રવેશ કરે છે માટે તેને કમુરતા કે ધનસંક્રાતિ કહેવામા આવે છે. આ વર્ષે કમુરતા (Marraige in Kamurta) 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી 2023ના સમયગાળા સુધી રહેશે. જયારે સૂર્ય 15 જાન્યુઆરી 2023ના રોજ મકર રાશિમા પ્રવેશ કરશે ત્યાર બાદ શુભ કાર્યની શરુઆત કરવામા આવશે. હિન્દુ ધર્મ મુજબ સકરસંક્રાતિ પછી જ શુભ કાર્ય કરવામા આવે છે જેથી કોઈ પણ કાર્યમા અડચણ ના આવે.

કમુરતામા લગ્ન ના કરવા જોઈએ
કમુરતામા કોઈ પણ સારુ કામ કરવાની મનાઈ કરવામા આવે છે. જેમા કોઈ પણ લગ્ન કરવાનો મોટો ઉદેશ જીવનમા સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. ધનુ રાશિને એક સંપન્ન રાશિ માનવામા આવે છે.જયારે સૂર્ય ધન રાશિમા હોય છે ત્યારે સુખ-સમૃદ્ધિ માટે શુભ માનવામા આવતો નથી. એવી માન્યતા છે કે કમુરતામા લગ્ન કરવાથી લગ્નમા જીવનમા સુખમા અવરોધ થાય છે. કમુરતામા લગ્ન ઉપરાંત ગૃહ પ્રવેશ , જનોઈ અને મુંડન જેવા શુભ કાર્ય કરવાથી મનાઈ છે.

શા માટે કમુરતામા શુભ કાર્યના કરવા જોઈએ
કમુરતામા દ્વિરાગમન , કર્ણવેધ અને મુંડન જેવા શુભ કાર્ય કરવા વર્જિત છે. સૂર્ય ધનુ રાશિના અગ્નિ ભાવમા હોવાથી સ્થિતી બગડે છે . આ સમય દરમિયાન કરવામા આવેલ કામમા અવરોધ આવે છે અને કામ બગાડે છે. જો તમે નવી નોકરી અથવા વ્યવસાયની શરુઆત કરવા માટેનો યોગ્ય સમય નથી. કમુરતામા નવા ધંધાની શરુઆત કરવાથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમા તમારે કર્જમા વધારો થઈ શકે છે.જયારે કમુરતામા નવી સંપત્તિની ખરીદી ન કરવી જોઈએ. આ સમય દરમિયાન ખરીદેલ મકાનનુ સુખ મળવુ મુશ્કેલ છે ખાસ કરીને ત્યા નિવાસ કરવાના સુખમા મુશ્કેલી આવે છે.

કમુરતામા કયા કાર્ય કરી શકાય
કમુરતામા પ્રેમ-વિવાહ કરવાના હોય તો તે નિશ્ચિત થઈને લગ્ન કરવા જોઈએ.જો તમારી કુંડળીમા ધનુ રાશિમા ગુરુ હોય તો તેવા જાતકોને આ સમય ગાળામા સારા કાર્યો કરી શકાય છે. કમુરતામા જાત કર્મ અને શ્રાદ્ધ જેવા કાર્ય કરવા જોઈએ.

કારણ
ધર્મના જાણકારોના જણાવ્યા પ્રમાણે ધનુર્માસ દરમિયાન જ મહાભારતનું ભીષણ યુદ્ધ ખેલાયું હતું. ધનુર્માસ ચાલુ હોય ત્યારે ચંદ્રમાસ માર્ગશીર્ષ ચાલુ હોય છે. અદિતથી થતી બાર આદિત્ય ઉત્પન્ન થયા છે, તેમાં ધનુર્માસમાં સૂર્યનારાયણ વિષ્ણુ નામથી તપે છે અને તે સર્વ આદિત્યમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જેના કારણે ધનુર્માસનું શાસ્ત્રોમાં ખૂબ જ વર્ણન છે. ધનુર્માસમાં ભગવાનનું ધ્યાન, પૂજન, કીર્તન કરવામાં આવે છે. જેથી મંદિરો ભક્તિભાવથી ગૂંજી ઉઠે છે.

ઘનાર્ક એટલે કે માગશર-પોષ માસમાં ધનુસંક્રાંતિ દરમ્યાન તેમજ મીનાર્ક એટલે કે ફાગણ-ચૈત્રમાં મીન સંક્રાંતિ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ જિલ્લામાં લગ્ન ઈત્યાદિ માંગલિક કાર્યો માટે અયોગ્ય સમયને કમૂરતા કહેવામાં આવે છે. મુંબઈ વગેરે પરશુરામ ક્ષેત્રમાં હોવાથી કમૂરતાની ગણના કરવાની રહેતી નથી. બીજી માન્યતા અનુસાર નર્મદા નદીના ભરૂચ બાજુના કાંઠા પછી કમુરતા અસર કરતા નથી પરંતુ આપણી બાજુ તેને પાળવામાં આવે છે. ધનારક અને મીનારક એક જ છે. જ્યારે સૂર્યદેવ ગુરુની રાશિ ધન કે મીનમાં વિરાજિત થાય છે ત્યારે ધનુર્માસ, ખરમાસ એટલે કે કમુરતા શરૂ થાય છે. સૂર્યદેવ ધન રાશિ અને મીન રાશિમાં આવે ત્યારે ધન સંક્રાંતિ, મીન સંક્રાંતિ ગણાય છે. આ સમયને કમુરતા કહેવાય છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ પ્રસંગ કરાતા નથી. આ સમયગાળો એક મહિનાનો હોય છે.

આવી રીતે કમુરતા પુરા થાય છે
કોઇપણ માંગલિક કામ માટે સૂર્ય, ચંદ્ર અને ગુરૂની શુભ સ્થિતિ જોવામાં આવે છે. ખરમાસમાં સૂર્ય-ગુરુ નબળા થઇ જાય છે. વર્ષમાં બે વાર ખરમાસ અથાર્ત ધનુર્માસ અથાર્ત કમુરતા આવે છે. પહેલો જ્યારે સૂર્ય મીન રાશિમાં રહે છે અને બીજો જ્યારે સૂર્ય ધન રાશિમાં રહે છે. ખરમાસમાં ગુરૂ અસ્ત રહે છે. ગુરુ ગ્રહ બળહીન રહે છે. મકરસંક્રાંતિએ સૂર્ય આ રાશિથી બહાર આવી જાય છે અને કમુરતા પૂર્ણ થઈ જાય છે.