મોટાભાગના લોકો ચમચીથી ખોરાક ખાતા હોય છે તેમજ કેટલાક લોકો હાથથી ખાવાનું પસંદ કરતા નથી પણ શું તમે જાણો છો કે, ચમચીને બદલે હાથથી ખાવાનું વિશેષ મહત્વ રહેલું છે તથા તે તમારા શરીરમાં પંચતત્વોનું સંતુલન બરાબર રાખે છે. વેદ-શાસ્ત્ર પ્રમાણે હાથની તમામ આંગળી પંચતત્વોનું વિસ્તરણ છે.
જેમાં, અંગૂઠો અવકાશનું પ્રતિનિધિત્વ કરે છે તેમજ તર્જની આંગળી હવાનું પ્રતિનિધિત્વ કરે છે જયારે મધ્યમ આંગળી અગ્નિનું પ્રતિનિધિત્વ કરે છે તથા રિંગ આંગળી પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરે છે તેમજ સૌથી નાની આંગળી પાણીનું પ્રતિનિધિત્વ કરે છે.
પાચન ક્રિયા ઠીક થાય છે:
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, હાથથી ખાવાથી આ પાંચ તત્વો ઉત્તેજિત થાય છે તેમજ પાચનમાં સુધારો થાય છે જેથી એવું કહેવામાં આવે છે કે, ખોરાકનું સેવન કરતા પહેલા અને ત્યારબાદ હાથ ધોવા જોઈએ.
હાથની કસરત:
હાથથી ખાવાથી શરીરમાં પાંચ તત્વોનું સંતુલન બરાબર રહે છે. આ હાથને કસરત પણ આપે છે. તમે તમારા હાથથી ખોરાક ખાવાથી પણ કેટલાક રોગોથી રક્ષણ મેળવી શકાય. આ પ્રકાર 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ:
હાથથી ખોરાક ખાવાથી હાથ, મોં, પેટ, આંતરડા તથા મગજની વચ્ચે જોડાણ બને છે કે, જે તમારા સ્વાસ્થ્યને પણ ખુબ લાભ આપે છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે હાથથી ખાવાથી પેટ વધારે સારું ભરાય છે. જે વજન ઘટાડવામાં પણ ખુબ મદદરૂપ થાય છે.
શરીર સ્વસ્થ રહે:
હાથથી ખોરાક ખાવાનો બીજો એક ફાયદો એ છે કે, મોમાં દજાતું નથી. કારણ કે, ખોરાકને હાથથી સ્પર્શ કરવાથી તે ખોરાક કેટલો ગરમ છે તેનો ખ્યાલ આવે છે. હાથથી ખોરાક લેતી વખતે આંગળીઓ તથા અંગૂઠાના મિશ્રણથી રચાયેલી મુદ્રા, શરીરમાં વિશેષ ઉર્જા બનાવે છે. જેથી શરીર સ્વસ્થ રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.