હાલમાં ભારતમાં એકમાત્ર મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે વિશ્વભરમાં શાંતિ સ્થાપવાની વાત કરતો ભારત શા માટે યુક્રેનની મદદ કરી રહ્યું નથી અને ખુલ્લેઆમ રશિયાને યુદ્ધ બંધ રાખવા વાત કરી રહ્યું નથી. ત્યારે યુક્રેન અને ભારતના ભૂતકાળ સામે નજર કરીએ તો આ વાતનો જવાબ મળી જાય એમ છે.
ભારત અને યુક્રેન વચ્ચે કોઈ ખાસ ઊંડા સંબંધો રહ્યા નથી. ત્યાં શિક્ષણ ખર્ચ ઓછું હોવાથી ભારત ના વિદ્યાર્થીઓ ત્યાં લાંબા સમયથી ભણવા જઈ રહ્યા છે. જેનો સીધો ફાયદો યુક્રેનને જ રહ્યો છે. પરંતુ ભારત જ્યારે પરમાણુ શક્તિ બનવા જઈ રહ્યું હતું અને 1998માં ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે વિશ્વભરમાં ભારતના આ પગલાનો વિરોધ થયો હતો.
તે સમયે યુનાઇટેડ નેશન સાથે જોડાયેલા દેશોએ ભારત વિરુદ્ધ ટિપ્પણીઓ પણ કરી હતી. જેમાં અમેરિકા મોખરે હતું અને તેની સાથે યુક્રેન પણ જોડાયું હતું. તે સમયે રશિયા દ્વારા ભારત તરફી વલણ રજૂ કરાયું હતું અને પોતે યુનાઇટેડ નેશન માં વિટો પાવર નો ઉપયોગ કરીને ભારતને સાથ આપ્યો હતો.
યુક્રેનને ભારતને જે તે સમયે મફતમાં સલાહ આપી હતી કે, અમે અમારા પરમાણુ હથિયાર સરેન્ડર કરી દીધા છે. તો ભારતે પણ આ પરિક્ષણ અટકાવીને પોતાના પરમાણુ પરીક્ષણો બંધ કરી દેવા જોઈએ અને પરમાણુ હથિયારો ઓછા કરવા જોઈએ અને ભારતની કડક નિંદા પણ કરી હતી.
રશિયા પહેલેથી ભારતમાં સમર્થનમાં રહ્યું છે. ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જ્યારે વિશ્વ આખું ભારતના વિરોધમાં હતું અને અમેરિકા ભારત પર હુમલો કરવા જઈ રહ્યુ હતું, ત્યારે રશિયાએ જ ભારતને સાથ આપ્યો હતો. અને અમેરિકાને પાકિસ્તાનનો સાથ દેતા રોક્યું હતું.
આમ ukraine ભારત નો વિરોધી હોવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્પષ્ટ જાણે છે પરંતુ ભારતીય નાગરિકોને ચિંતા પણ તેમને થતી હોય. જેને કારણે યુક્રેન સાથે સબંધ બગાડીને રશિયાને સાથ પણ તેઓ ન દઈ રહ્યા હોય. અને રશિયાનું સમર્થન કરીને અમેરિકા સાથે પણ દુશ્મની ન લેવા નો રસ્તો જ પસંદ કર્યો હોઈ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.