શા માટે થઇ રહ્યો છે ભારતમાં હ્યુન્ડાઈ નો વિરોધ? એવું તો શું કર્યું કે ઇન્ડિયન કહેવા લાગ્યા ‘Hyundai ભારત છોડો’

હાલમાં જ હ્યુન્ડાઈ (Hyundai) પાકિસ્તાન (Pakistan) ઓફિશિયલ નામના એકાઉન્ટ પરથી કાશ્મીરમાં અલગતાવાદીઓને સમર્થન આપીને ‘કાશ્મીર એકતા’ દિવસના સમર્થનમાં એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જે બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #boycottyundai ટ્રેન્ડ થવામાં થોડી પણ વાર લાગી નહોતી.

મળતી માહિતી અનુસાર હ્યુન્ડાઈ પાકિસ્તાન ડીલરની પોસ્ટ વાયરલ થયા બાદ હ્યુન્ડાઈ ઈન્ડિયાએ નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે. ઓટોમેકરે કહ્યું કે, તે રાષ્ટ્રવાદનું સન્માન કરવાના તેના સિદ્ધાંતો પર અડગ છે. પાકિસ્તાની હ્યુન્ડાઈ ડીલરની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપાયા બાદ કંપનીના વાહનોનો બહિષ્કાર કરવાની અને તેમનું બુકિંગ કેન્સલ કરવાની વાત સામે આવી ત્યારે કંપની બચાવમાં આવી હતી.

વાસ્તવમાં, @hyundaipakistanofficialએ તાજેતરમાં ‘કાશ્મીર એકતા’ દિવસના સમર્થનમાં કાશ્મીરમાં અલગતાવાદીઓને સમર્થન આપતા એક પોસ્ટ કરી હતી. આ ટ્વીટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ, ત્યારબાદ #boycottyundai સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રેન્ડ થવામાં લાંબો સમય ન લાગ્યો. આ Twitter એકાઉન્ટ Hyundai Nishat Motor Pvt Ltdનું છે, જે સમગ્ર પાકિસ્તાનમાં આઉટલેટ્સ સાથે ડીલર નેટવર્ક ધરાવે છે.

ચિંતાઓને દૂર કરતા, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક નિવેદન બહાર પાડીને ભારતીય બજાર પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી. તેમાં લખ્યું હતું કે, “હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા 25 વર્ષથી ભારતીય બજાર માટે પ્રતિબદ્ધ છે અને અમે રાષ્ટ્રવાદનું સન્માન કરવાના અમારા મજબૂત સિદ્ધાંતો માટે મક્કમ છીએ. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાને જોડતી અણગમતી સોશિયલ મીડિયા પોસ્ટ્સ આ મહાન રાષ્ટ્ર પ્રત્યેની અમારી અપ્રતિમ પ્રતિબદ્ધતા અને સેવાને નુકસાન પહોંચાડી રહી છે.

અસંવેદનશીલ મુદ્દાઓને પ્રોત્સાહન આપવા પ્રત્યે અમારી પાસે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ છે અને અમે આવા કોઈપણ અભિગમની સખત નિંદા કરીએ છીએ. ભારત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાના ભાગરૂપે, અમે દેશ તેમજ તેના નાગરિકોની ભલાઈ માટે અમારા પ્રયાસો ચાલુ રાખીશું.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *