Shani Shingnapur Temple: શનિ શિંગણાપુરનું મંદિર ખૂબ જ પ્રસિદ્ઘ અને માનક છે. અને દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે. ધમ્ર ગ્રંથો મુજબ શનિદેવ ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત છે. એકવાર શનિદેવની પત્ની પુત્ર પ્રાપ્તિની (Shani Shingnapur Temple) ઈચ્છામાં તેમની પાસે ગઈ. પણ શનિદેવ શ્રીકૃષ્ણના ધ્યાનમાં ડૂબ્યા રહે. પત્ની તરફ જોયુ પણ નથી. ક્રોધિત થઈને શનિદેવને તેમની પત્નીએ શ્રાપ આપ્યો કે જેવુ પણ તમને જોશે તે નષ્ટ થઈ જશે. ત્યારથી શનિદેવની નજર અશુભ માનવામાં આવશે. પત્ની દ્વારા આપવામાં આવેલ શ્રાપ પણ શનિદેવ પર મહિલાઓ દ્વારા તેલ ન ચઢાવવાની પરંપરાનુ કારણ હોઈ શકે છે.
ખાસ છે આ મંદિર
શનિ શિંગણાપુર મંદિરમાં સ્થાપિત પાષાણ પ્રતિમાને લઈને માન્યતા છે કે આ સ્વય્ંભૂ છે. આ મૂર્તિ લગભગ 5 ફીટ 9 ઈંચ પહોલી છે. આ પ્રતિમા ખુલ્લા આકાશ નીચે છે. આ મંદિરમાં કોઈ છત નથી. સાથે જ આ ગામમાં કોઈપણ ઘરમાં તાળુ નથી લગાવવામાં આવે છે. અહી શનિદેવના દર્શન કરવાના માટે કેટલાક નિયમ-કાયદા છે. જેનુ પાલન પણ બધાએ કરવુ પડે છે. કહેવાય છે કે આ બધા ભક્તોને કેસરિયા રંગની ધોતી પહેરવી જરૂરી હોય છે. સાથે જ શનિદેવનો અભિષેક ભીના વસ્ત્રોમાં જ કરવામાં આવે છે.
સ્નાન કર્યા પછી જ દર્શન કેમ ?
શનિ શિંગણાપુરમાં પુરૂષ કેસરિયા કપડા પહેરીને આ જ કપડામાં સ્નાન પછી જ શનિદેવ પર તેલ ચઢાવી શકે છે. નહી તો નહી. સ્નાન કરવાનો તાત્પર્ય માત્ર શરીરની શુદ્ધિ જ નહી પણ મનની શુદ્ધિનુ પણ છે. સ્નાન કરવાથી શરીર તો શુદ્ધ થાય છે જ સાથે જ મસ્તિષ્કમાં ચાલી રહેલ અન્ય વિચાર પણ સમાપ્ત થઈ જાય છે અને શ્રદ્ધાળુ આખા મનથી શનિદેવનુ ધ્યાન કરી શકે છે.
કેસરિયા કપડા પહેરવા કેમ જરૂરી?
કેસરિયા કપડા સમાન્ય રીતે સાધુ-સંત પહેરે છે. કેસરિયાને ભગવા પણ કહે છે. ભગવા શબ્દ ભગવાનથી જ લેવામાં આવ્યો છે. માન્યતા છે કે આ રંગના કપડા પહેરવાથી મનમાં ધર્મ-કર્મનો ભાવ ઉભો થાય છે. એ જ કારણ છેકે શિંગણાપુરમાં શનિદેવની પ્રતિમાનો અભિષેક કરતા પહેલા કેસરિયા વસ્ત્ર પહેરવા જરૂરી છે.
આ ગામમાં તાળુ મારવામાં આવતુ નથી
શિંગણાપુર કદાચ દુનિયાનુ પ્રથમ એવુ સ્થાન છે જ્યા લોકો પોતાના ઘર દુકાનો વગેરેમાં તાળા લગાવતા નથી. એવી માન્યતા છે કે અહી બધા ઘરની સુરક્ષા ખુદ શનિદેવ કરે છે. જો કોઈ વ્યક્તિ અહી ચોરી કરે પણ છે તો તે ગામની સીમા બહાર જઈ શકતો નથી. તેના પર કોઈપણ મુસીબત આવી જાય છે. જ્યા સુધી તે ચોરીનુ પ્રાયશ્ચિત નથી કરતો ત્યા સુધી તેના પર શનિદેવનો પ્રકોપ કાયમ રહે છે.
શનિદેવને તેલ ચઢાવવમાં આવે છે
કથા મુજબ એકવાર શનિદેવને પોતાના બળનુ ખૂબ ઘમંડ થઈ ગયુ. આ ઘમંડમાં તે હનુમાનજી સાથે યુદ્ધ કરવા ગયા. એ સમયે હનુમાનજી શ્રીરામની ભક્તિમાં લીન હતા. ત્યારે શનિદેવે તેમને યુદ્ધ માટે લલકાર્યા. હનુમાનજીએ શનિદેવને સમજાવ્યા પણ તેઓ માન્યા નહી. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયુ જેમા શનિદેવ હારી ગયા. હનુમાનજીની માર ખાઈને શનિદેવના શરીરમાં પીડા થવા લાગી. આ પીડાને દૂર કરવા માટે હનુમાનજીએ શનિદેવને તેલ આપ્યુ. જેને લગાવતા જ તેમની પીડા દૂર થઈ ગઈ. ત્યારે શનિદેવે કહ્યુ કે હવે જે પણ મને તેલ ચઢાવશે તેની પરેશાનીઓ સમાપ્ત થઈ જશે. ત્યારથી શનિદેવને તેલ ચઢાવવાની પરંપરા શરૂ થઈ.
શનિદેવને કેમ ચઢાવાય છે કાળી સામગ્રી
શનિદેવની પૂજામાં મુખ્ય રૂપે કાળા તલ કાલી અડદ કાળા કપડા વગેરે કાળી વસ્તુઓ ચઢાવવામાં આવે છે. જેની પાછળ ધાર્મિક માન્યતા છે કે શનિદેવનો રંગ કાળો છે અને તેમને કાળા રંગની વસ્તુઓ વધુ પસંદ છે. તેથી તેમને કાળા રંગની વસ્તુઓ ચઢાવવામાં આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App