દેશના ગરીબો માટે કસ્તુરી કહેવાતી ડુંગળી આસમાને પહોંચેલા ભાવને લઈને ચર્ચાની નું કારણ બની રહી છે. સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવ રૂ. ૧૬પ પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. ખેડૂતોને પણ તેના જથ્થાબંધ ભાવ ૮૦-૧૦૦ રૂપિયા ઉપજી રહ્યા છે. ત્યારે ગત જાન્યુઆરી, ર૦૧૯માં ફક્ત બે રૂપિયે કિલો વેચાતી ડુંગળીના ભાવ આટલા બધા કેમ વધી ગયા? તેવો પ્રશ્ન બધાને થવો સહજ છે. તો બદલાયેલું ઋતુચક્ર તેના માટે સૌથી વધુ કારણભૂત હોવાનું જણાવાય છે.
સરકારની અણઘડ નિતીઓ જ જવાબદાર
ખેડૂતોને સારો પાક થાય ત્યારે આયાત કરવી અને ડુંગળીના ભાવ ઘટાડવા. જેથી બીજા વર્ષે ખેડૂતો ડુંગળી જ વાવે. બીજી તરફ ડુંગળીની અછત કરી બજારમાં મોંઘા ભાવે ડુંગળી વેચી જાડો નફો કરવા આડતીયાઓને છૂટો દોર આપવાની સરકારની નીતિ હોય છે.
હાલના તબક્કે અમીર વર્ગ માટે પણ ખાવી મૂશ્કેલ બનેલી ડુંગળીના ભાવ વાધારા માટે ત્રણ બાબતો જવાબદાર હોવાનું બજાર નિષ્ણાંતો જણાવે છે.
વાવેતરમાં થયેલો ઘટાડો
ખરીફ સિઝનમાં દેશમાં ડુંગળીનું વાવેતર ઓછુ થયું છે. વળી કમોસમી અને ખોરવાયેલા વરસાદના કારણે ડુંગળીનું વાવેતર ખુબ જ બગડયું હતું.
ઉત્પાદનમાં રપ ટકા જેટલો થયેલો ઘટાડો
ભારતમાં ગત વર્ષે ખરીફ સિઝનમાં ૭૦ લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થયું હતું. તેની સામે આ વર્ષે ફક્ત પર લાખ ટન ઉત્પાદન માંડ થયું છે.
ડુંગળીનો સંગ્રહ કરેલો જથૃથો મોટા પ્રમાણમાં બગડી ગયો
સુત્રોના જણાવ્યા મુજબ માર્ચ-એપ્રિલમાં પાકેલી ડુંગળીના જથ્થાનો ઓક્ટોબર-નવેમ્બર મહિના સુધી સંગ્રહ થાય છે. આ ડુંગળી ધીમે ધીમે બજારમાં આવે છે. આ વર્ષે ૧પ થી ર૦ ટકા જેટલો જથ્થો વાતાવરણના કારણે બગડી ગયો છે.
એક તો ઓછુ ઉત્પાદન અને તેમાં વળી સંગ્રહાયેલો જથ્થો બગડી જતા પુરવઠાની અછત સર્જાઈ છે. વચ્ચે ઓગષ્ટ-સપ્ટેમ્બર મહિનામાં ડુંગળીનો જથ્થાબંધ ભાવ વાધીને ર૦-રપ રૂપિયા કિલો થઈ જતા સંગ્રહ કરનાર લોકોએ મોટાભાગનો જથ્થો વેચી નાખ્યો હતો. કારણ કે એક તો ડુંગળીના આટલા ઉંચા ભાવ બહુ ઓછા મળતા હોય છે. તથા બીજુ કે સંગ્રહ કરેલો જથ્થો બગડી જાય તો હાથમાંથી સાવ બાજી સરકી જાય તેમ હોય છે. માટે હવે વર્ષના અંતે ડુંગળીની તીવ્ર અછત સર્જાઈ છે. માગની સામે પુરવઠો ખુબ ઓછો હોવાના નિયમ પ્રમાણે ડુંગળીના ભાવ ઉચકાયા છે.
ગુજરાતમાં ગુજરાતની ડુંગળી ખવાતી જ નથી!
જાણકાર જણાવે છે કે, ગુજરાતમાં આપણે ત્યાં સ્થાનિક વવાયેલી ડુંગળી ખવાતી જ નાથી. તેનું કારણ કંઈક એવું છે કે, જ્યારે આપણી ડુંગળી પાકીને બજારમાં આવે એ સમયે અહી ડુંગળીની છત હોય છે. માટે વધુ પડતી ડુંગળીની નિકાસ થાય છે. જ્યારે ગુજરાતમાં ડુંગળીની જરૂર પડે ત્યારે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી ડુંગળી મગાવવી પડે છે! અત્યારે પણ ત્યાંથી જ ડુંગળી આવી રહી છે. ખેતીના અન્ય પાકો સામે બજારમાં ડુંગળીનું આખુ ગણીત અલગ જ હોય છે.
અત્યારે ડુંગળી સંગ્રહ કરવા લાયક હોતી નથી
ખેડૂતોએ મોડા કરેલા ખરીફ વાવેતરની ડુંગળી અત્યારે બજારમાં ઠાલવાઈ રહી છે. આ વાવેતર ગત સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનામાં થયેલું હોય છે. આ ડુંગળી બજારમાં આવવા માંડી હોવાછતાં ભાવ કાબુમાં આવતા નાથી. નિષ્ણાંતોના મતે અત્યારની ડુંગળી સંગ્રહ કરવા લાયક હોતી નાથી. ભાવની લ્હાયમાં ખેડૂતો કાચી ડુંગળી બજારમાં લાવી રહ્યા છે. ખોટી ઉતાવળ થઈ રહી છે. રવિ સિઝનની માર્ચ-એપ્રિલ મહિનામાં પાકતી ડુંગળીનો આખુ વર્ષ સંગ્રહ થાય છે. અત્યારની ડુંગળી માત્ર ૧પ-ર૦ દિવસ સુાધી જ સચવાઈ શકે તેવી હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.