ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયર બાદ પાકિસ્તાન સીઝફાયરને (Pakistan Ceasefire લઈને જશ્ન મનાવી રહ્યું છે.પરંતુ હિન્દુસ્તાનમાં આ સીઝફાયરને લઈને અનેક સવાલો ઉભા થયા છે. છેલ્લા 2 દિવસમાં 140 કરોડ ભારતીયો વારંવાર આ વિચાર કરે છે કે કે શું આ સીઝફાયર કરવું જરૂરી હતું?? એવું તો વળી શું થઇ ગયું કે એક જ રાતમાં ભારત સીઝફાયર માટે તૈયાર થઇ ગયું?? કારણકે પહેલગામ હુમલા પછી પાકિસ્તાનને જડબાતોડ જવાબ અને આવી હરકત બીજીવાર કરવાની ભૂલ ના કરે તે ઈરાદા સાથે આ લડાઈ તો ભારતે શરૂ કરી હતી ને… તો એવું તો શું થયું કે પહેલા તો સીઝફાયર થયું અને ત્યારબાદ ટીવી ચેનલોના સ્ટેન્ડ પણ એકાએક બદલાઈ ગયા…
ભારતીય મીડિયા પાસે અંદાજ અને તુક્કા લગાવવા સિવાય કોઈ જ પત્રકારત્વ નહિ કરેલું હોઈ હવે સેના જાતે જ Operation Sindoor ની માહિતી આપવા પ્રેસ બ્રીફ આપી રહી છે, જેથી દેશવાસીઓને સાચી માહિતી આપી શકાય. ત્યારે સીઝફાયર વાળા મુદ્દે શા માટે અચાનક પાકિસ્તાને પરસેવો આવી ગયો કે તેને જગત જમાદાર અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પને ફોન કરવો પડ્યો અને ભારત સાથે વાત કરવાનો પ્રસ્તાવ મોકલ્યો!
તો આવો જાણીએ શું છે હકીકત! પહેલગામ હુમલા (Pahalgam Attack) બાદ ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. ઓછામાં ઓછા 21 સફળ હુમલાઓમાં ભારતીય સેનાએ ૧૦૦ થી વધુ આતંકીઓને રાખ કરી દીધા!. ભારતીય સેનાએ પાકિસ્તાનના ચાઇનીઝ અને તુર્કીશ ડ્રોન અને મિસાઈલ હવામાં જ ઉડાવી દીધા છે. ત્યારે આ 21 સફળ હુમલાઓમાંનો એક હુમલો એવી જગ્યાએ થયો છે, કે પાકિસ્તાનની પૂંછડી એવી દબાઈ છે કે પાકિસ્તાનને અમેરિકાના પગમાં પડીને ભારત સાથે મધ્યસ્થી કરવા જવું પડ્યું!
વાત જાણે એમ છે કે, ભારતીય સેનાએ કરેલા વળતા પ્રહારમાં ભારતીય સેનાએ કેટલાક હુમલા પાકિસ્તાનમાં પરમાણુ હથિયાર રાખવામાં આવે છે એ સરગોધા ની કિરાના પહાડી પર કરાયા હતા. સરગોધાની કિરાના પહાડી આસપાસ ભારતના અવિરત હુમલાઓએ પાકિસ્તાનને બતાવ્યું કે ભારતીય સેના જાણે છે કે પાકિસ્તાનનો પરસેવો કેમ છોડાવવો. આ હુમલામાં માત્ર સરગોધા એરસ્ટ્રીપનો નાશ નથી થયો પરંતુ કિરાના હિલ્સને પણ ભારે નુકસાન થયું છે જેના કારણે પાકિસ્તાન બોખલાઈ ગયું હતું કારણકે ભારતના હાથમાં પાકિસ્તાનની દુખતી હાથમાં આવી ગઈ છે,
હવે તમને જણાવીશ કે આ કિરાના હિલ્સમાં એવું શું ખાસ છે? ભારતે પાકિસ્તાનના ન્યુક્લિયર અડ્ડાની આસપાસ હુમલાઓ કર્યા અને એક મેસેજ આપ્યો કે અમે એટલી તાકાત રાખીએ છીએ કે પાકિસ્તાને ભીખમાં ભેગો કરેલો માલ ક્યા સંતાડ્યો છે. સ્વાભાવિક છે, પરમાણુ બોમ્બ સ્ટોરેજ ની જગ્યા પર હુમલો કરીને ભારત ક્યારેય વિનાશ કક્રીને સામાન્ય પાકિસ્તાનીઓને શિકાર નહિ બનવા દે. કેમ કે ભારતની લડાઈ પાકિસ્તાનમાં છુપાયેલા આતંકીઓ અને તેને પોષણ આપતા નેતાઓ છે.
જો કે પાકિસ્તાનને આ ભીખમાં બોમ્બ અને તેને ફોડવાની સુવિધાઓ તો મળી ગઈ પણ પાકિસ્તાનને ભીખમાં મળેલા આ બૉમ્બમાં કોઈ રેડિયેશન લીકેજ થયું છે કે નહીં કોઈ ચેઇન રિએક્શન થયું છે કે નહીં તેની ટેકનોલોજી પાકિસ્તાનને ભીખમાં મળી નથી. ભારતના હુમલા બાદ પાકિસ્તાને ટેન્શનમાં આવીને તાત્કાલિક અમેરિકાનો સંપર્ક કરીને અમેરિકા પાસે ભારત સીઝફાયર કરે તેવી ભીખ માંગી હતી.
कुछ बाते बोली नहीं जाती दिखाई जाती है!!( KIRANA HILLS)🥲😂 pic.twitter.com/0yVH6QSN9C
— Rishi (@Rishi28502672) May 12, 2025
જો કે તેવી પણ માહિતી સામે આવી છે કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીનું એક વિમાન રવિવારે પાકિસ્તાન પહોંચ્યું હતું અને રેડિયેશન લીક થયું કે કેમ તે અંગે માહિતી મેળવી હતી. તો વિશ્વનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એવી ચર્ચા છે કે કિરાના હિલ્સ પર હુમલો કરીને ભારતે પાકિસ્તાન સરકાર અને તેની સેનાને સંદેશ આપ્યો છે કે તેના પરમાણુ શસ્ત્રો જ્યારે પણ ઇચ્છે ત્યારે નાશ કરી શકાય છે. અને પોતાના ખાડામાં જ પાકિસ્તાનને દફન કરી દેવાની ક્ષમતા ભારતીય સેના ધરાવે છે.
જોકે આજે આ લખાઈ રહ્યું છે ત્યારે વાયુસેનાના એરમાર્શલ એ કે ભારતી (Air Marshal AK Bharti)એ આ મામલે થયેલા એક સવાલમાં જણાવ્યું હતું કે, “અમે કિરાણા હિલ્સ પર હુમલો કર્યો નથી,” ભારતીય દળોએ પાકિસ્તાનના “પરમાણુ સંગ્રહ” સ્થળોને નિશાન બનાવ્યા હતા કે કેમ તે અંગે સોશિયલ મીડિયા અને વૈશ્વિક મીડિયામાં ચાલી રહેલી બધી ધારણાઓ અને અટકળોને ફગાવી દીધી. સ્વાભાવિક છે, યુદ્ધની તમામ માહિતી જેવી છે એવી અપાતી નથી હોતી. અને જે સ્મિત સાથે એર માર્શલ એ કે ભારતીએ જવાબ આપ્યો એ સ્મિતમાં આ હુમલો ક્યા કરાયો હતો એની જાણકારી પત્રકારોને આવી ગયો હતો.
#OperationSindoor | Delhi: When asked if India hit Kirana Hills, Air Marshal AK Bharti says, “Thank you for telling us that Kirana Hills houses some nuclear installation, we did not know about it. We have not hit Kirana Hills, whatever is there.” pic.twitter.com/wcBBVIhif1
— ANI (@ANI) May 12, 2025
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube