Diwali Rangoli: હિન્દુ ધર્મમાં રંગોળીનું વિશેષ મહત્વ છે. ઘરમાં કોઈપણ પૂજા કે શુભ કાર્ય માટે રંગોળી બનાવવી શુભ માનવામાં આવે છે. તેવી જ રીતે દિવાળીનો તહેવાર પણ આવવાનો છે. ધનતેરસ, છોટી દિવાળી અને દિવાળીના દિવસોમાં રંગોળી બનાવવી શુભ માનવામાં આવે છે. કારણ કે આ દિવસે દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને તે ઘરના પ્રવેશદ્વાર પર અથવા અંદર રંગોળી (Diwali Rangoli) જોઈને ખૂબ જ ખુશ થાય છે. તેથી રંગોળી બનાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. દિવાળી અને નવા વર્ષે આવતા મહેમાનો પણ આ રંગોળી જોઇને તમારી કલાત્મકતાના વખાણ કરે છે. અને તમને પણ કંઇક સુંદર બનાવીને આનંદ અનુભવો છો. પણ શું તમને ખબર છે કે ખાલી ધાર્મિક કે સજાવટના કારણે જ વૈજ્ઞાનિક રીતે પણ રંગોળી કરાવાના અનેક ફાયદા છે.
રંગોળી બનવવાના વૈજ્ઞાનિક ફાયદા
રંગોળી બનાવાનો સૌથી મોટો ફાયદો તે છે કે તમે સકારાત્મક વિચારો છો. કંઇક રચનાત્મક કરો છો. તમારા મનમાં સારા, સર્જનશીલ વિચારો આવે છે. તેનાથી તમારામાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે.
રંગોળી બનાવાથી આંગળી અને અંગૂઠાના એકયુપ્રેશન પોઇન્ટ દબાય છે. કારણ કે રંગોળીમાં રંગ ભરવા માટે તમે જ્ઞાનમુદ્રા બનાવો છો. તેનાથી તમારા મગજમાં સક્રિય રહે છે. અને બૌદ્ઘિક વિકાસ થાય છે. સાથે જ એકયૂપ્રેશરની દ્રષ્ટીએ પણ આ ખૂબ જ પ્રભાવી છે. તેનાથી તમારું બ્લડપ્રેશન નિયમિત રહેવામાં મદદ થાય છે. અને તમને માનસિક શાંતિ અનુભવાય છે.
વળી રંગોળીના વિવિધ રંગો તમને સકારાત્કમ ઊર્જા આપે છે. કલર સાયન્સ મુજબ આ રંગો તમારા મગજ અને મનને ઠંડક આપે છે. વળી કેટલીક વાર લોકો ઘરે ફૂલોની રંગોળી પણ બનાવે છે. જે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટ્રિએ તમારા માટે ખૂબ લાભદાયી છે. કારણ કે ફૂલોની સુંગદથી આસપાસના વાતાવરણમાં સકારાત્મક અને ખુશ્બુદાર વાતાવારણ પ્રસરે છે. જેથી તમારૃં મન પ્રસન્ન થાય છે. વળી જયારે તમે સારી રંગોળી બનાવો છો ત્યારે તમે તમારા કામની કદર થાય છે તેવી ભાવના અનુભવો છો. જેનાથી પણ સકારાત્મક ઊર્જા ઊભી થાય છે.
અલગ પ્રકારની રંગોળી બનાવવાની ટિપ્સ
જો તમે આ વર્ષે દિવાળીમાં સુંદર રંગોળી બનાવવા માંગતા હો, તો તમે બજારમાં લોટ, રેતી, ફૂલો અથવા વિવિધ રંગોની રેતી અને લાકડાની ભૂકી ભેળવી શકો છો. આની મદદથી તમે સુંદર રંગોળી પણ બનાવી શકો છો.
જો તમારે ફૂલોથી સુંદર ડિઝાઇન બનાવવી હોય તો તમે આ સરળ રંગોળી બનાવી શકો છો. આ સિવાય તમે ઇચ્છો તો વિવિધ પ્રકારના રંગોનો પણ ઉપયોગ કરી શકો છો.
પીપળના પાન, નાગરવેલના પાન, આસોપાલવના પાન, બંગડીઓ, અનાજ સાથે રંગોળી : તમે જૂની બંગડીઓ, ઘઉં, જુવાર, બાજરી, રાગી, દીવો અને વિવિધ રંગોની મદદથી આવી રંગોળી બનાવી શકો છો અને તેના પર પીપળાના પાન વડે ગણેશજીનો આકાર બનાવી શકો છો. તમારી રંગોળી ખરેખર અનોખી લાગશે અને દરેક તેના વખાણ કરશે.
રંગોળી હટાવવાની પ્રક્રિયા
વાસ્તુ શાસ્ત્ર મુજબ રંગોળી હટાવવાની પ્રક્રિયા પણ રંગોળી કરવા જેટલી જ અગત્યની છે. રંગોળી પરિવારના સભ્યો માટે સારૂ આરોગ્ય અને સમૃદ્ઘિ લઈને આવે છે.
ઝાડુથી સાફ ન કરોઃ મોટાભાગના લોકો ઝાડુથી જ રંગોળી વાળી લેતા હોય છે. પરંતુ વાસ્તુ શાસ્ત્રની દૃષ્ટિએ આવું કરવુ યોગ્ય નથી. ઝાડુમાં આખા ઘરનો કચરો અને અપવિત્રતા હોય છે. આથી રંગોળીને ઝાડુથી સાફ કરવી યોગ્ય નથી.
પાણીથી સાફ કરી શકાયઃ તમે રંગોળી કરી હોય તે વિસ્તારને તમે પાણીથી સાફ કરી શકો છો. જળને પવિત્ર માનવામાં આવે છે અને વાસ્તુના પૂજનમાં પણ જળનો ઉપયોગ થાય છે. આથી વાસ્તુ અનુસાર રંગોળી સાફ કરવા માટે પાણીનો ઉપયોગ કરી શકાય.
રંગોળીના રંગ કચરાપેટીમાં ન ફેંકોઃ તમે ગમે તેટલા વ્યસ્ત હોવ, રંગોળીના કલર કચરા ટોપલીમાં ન ફેંકો. તમે જે ચીજનો ઉપયોગ પવિત્ર દિવસોમાં ભગવાનના આશીર્વાદ મેળવવા માટે કરો છો તેને કચરા પેટીમાં નાંખી દેવા યોગ્ય નથી.
ફૂલની રંગોળીઃ ફૂલની રંગોળી વાળવી વધુ આસાન છે. આ ફૂલને તમારા ઘરના કૂંડા કે ગાર્ડનમાં નાંખી દો. આમ કરવાથી એ જમીનની ફળદ્રુપતા વધશે અને ઘરમાં હકારાત્મકતાનો સંચાર થશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App