સોશિયલ મીડિયા પર અવારનવાર કચ્છમાં થતાં ભૂકંપને લઈ સમાચાર સામે આવતા હોય છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. કચ્છમાં વર્ષ 2001માં આવેલ વિનાશકારી ભૂકંપને 20 વર્ષ જેટલો સમયગાળો થવાં આવ્યો છે. તેમ છતાં કચ્છમાં સતત ભૂકંપના આંચકા નોંધાઇ રહ્યા છે.
ભૂકંપના આંચકાને લીધે લોકોમાં ફરીવખત ભયનો માહોલ પણ જોવા મળ્યો છે પણ શા માટે કચ્છમાં સતત ભૂકંપ આંચકા નોંધાઇ રહયા છે? શું કોઈ મોટા ભૂકંપ આચકો શક્યતા રહેલી છે? શાં માટે ભચાઉ તથા રાપર પંથકમાં વધુ આંચકા નોંધાઇ રહ્યા છે. આવા પ્રશ્નો કચ્છના સ્થાનિક લોકોમાં ઉદ્ભવી રહ્યા છે.
કચ્છ જિલ્લો અત્યાર સુધીમાં વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આફત સામનો કરી ચૂક્યો છે. વર્ષ 2001 ભૂકંપને લીધે કચ્છને ખુબ મોટું નુકસાન થયું હતું. ભૂકંપની કારમી થપાટ પછી કચ્છ ફરીવખત બેઠું થયું છે. વર્ષ 2001ના ભૂકંપને થોડા દિવસ પહેલાં 20 વર્ષ જેટલો સમય થયો છે.
આમ છતાં કચ્છ જિલ્લામાં સતત ભૂકંપના આંચકા નોંધાઇ રહ્યા છે. છેલ્લા થોડા દિવસથી નોંધાઇ રહેલા ભૂકંપ આંચકાને લીધે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે. ગઈકાલે કચ્છ જિલ્લામાં 5 ભૂકંપ આંચકા નોંધવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લામાં મોટાભાગના આંચકા કેન્દ્રબિંદુ ભચાઉ તથા રાપર હોય છે.
કચ્છમાં વાગડ સાઉથ ફોલ્ટ લાઈન એક્ટિવ હોવાને લીધે આ વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા નોંધાઇ રહ્યા છે. કચ્છ જિલ્લામાં કુલ 7 જેટલી એક્ટિવ ફોલ્ટ લાઇન આવેલ છે. ભૂકંપ ફોલ્ટ લાઈનમાં કચ્છની ભૂકંપ ફોલ્ટ લાઈન પર સિસમોલોજીવિભાગ તથા જિયોલોજીકલ વિભાગ દ્વારા છેલ્લા કેટલાંક વર્ષોથી સંશોધન કરવામાં આવી રહ્યું છે.
ભૂકંપ પર સંશોધન કરતા જિયોલોજીકલ વિભાગના વડા ડો.મહેશ ઠક્કર જણાવતાં કહે છે કે, એકવાર ભૂકંપ આવ્યા પછી બીજીવાર ભૂકંપ આવતા અંદાજે 500 વર્ષ જેટલો સમયગાળા બાદ મોટો ભૂકંપ આવે છે. ફોલ્ટ લાઈનમાં રહેલ ઉર્જા હળવા ભૂકંપ આંચકા મારફતે બહાર આવતાં હોય છે.
કચ્છ આગામી સમયમાં કોઈ મોટા ભૂકંપના આંચકાની શક્યતા રહેલી નથી. કચ્છ ભૂકંપ ઝોન-5 હોવાને લીધે ભૂકંપના હળવા આંચકાનો અનુભવ થવો એ સામાન્ય બાબત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle