શા માટે વેલેન્ટાઈન વીકની શરૂઆત રોઝ ડેથી જ થાય છે? જાણો તેનો રોચક ઇતિહાસ

Rose Day History: વેલેન્ટાઇન વીક 7 ફેબ્રુઆરીથી લઇને 14 ફેબ્રુઆરી સુધી મનાવવામાં આવે છે. વેલેન્ટાઇન વીકની શરૂઆત રોઝ ડેથી થાય છે. આ દિવસને લઇને લોકો આતુરતાથી (Rose Day History) રાહ જોઈ રહ્યાં છે. રોઝ ડેનાં દિવસે ગુલાબ આપીને પ્રેમનો ઇઝહાર કરતા હોય છે. રોઝ ડેનાં દિવસે બજારમાં જાતજાતનાં ગુલાબ મળતા હોય છે.

આ દિવસોમાં ગુલાબનાં ભાવ પણ વધી જાય છે. આમ, પોતાની વ્યક્તિને રોઝ આપીને ફીલિંગનો ઇઝહાર કરતા હોય છે. રોઝ ડે પર તમે મિત્ર, પેરેન્ટ્સથી લઇને ગમતી વ્યક્તિઓને ગુલાબ આપી શકો છો. પરંતુ શું તમે જાણો છો રોઝ ડે કેમ મનાવવામાં આવે છે? આ પાછળની કહાની શું છે? તો જાણો આ વિશે વિસ્તારથી…

કેમ મનાવવામાં આવે છે રોઝ ડે?
રોઝ ડેનો દિવસ એ લોકો માટે ખાસ હોય છે જે કોઈને પ્રેમ કરે છે અને પોતાની વાત સામેની વ્યક્તિને કહેવા ઇચ્છે છે. આ દિવસે તમે ગુલાબ આપીને પ્રેમનો ઇઝહાર કરી શકો છો. ગુલાબ પરથી સામેની વ્યક્તિ તમારી ફીલિંગ્સને સમજી જાય છે.

રોઝ ડે ઇતિહાસ
માનવામાં આવે છે કે મુઘલ બેગમ નૂરજહાંને લાલ ગુલાબ બહુ પ્રિય હતા. નૂરજહાંને ખુશ રાખવા માટે પતિ દરરોજ ટનનાં હિસાબથી તાજા ગુલાબ નૂરજહાંને મહેલમાં મોકલાવતા હતા. આ સિવાય ગુલાબને લઇને બીજી પણ એક કહાની છે. આ કહાની પણ બહુ ફેમસ છે. માનવામાં આવે છે કે મહારાણી વિક્ટોરિયાનાં સમયમાં લોકો પોતાની ફીલિંગ્સને બતાવવા માટે ગુલાબનાં ફૂલ આપવા લેવાની પરંપરા શરૂ થઈ હતી. માનવામાં આવે છે કે વિક્ટોરિયન અને રોમન પણ પોતાનો પ્રેમનો ઇઝહાર ગુલાબથી કરતા હતા.

આમ, વાત કરવામાં આવે તો દરેક ગુલાબનાં રંગનો અલગ-અલગ મતલબ થાય છે. ખાસ કરીને આ દિવસે લાલ ગુલાબ લોકો એકબીજાને વધારે આપતા હોય છે. લાલ ગુલાબનું વેચાણ પણ આ દિવસે વધી જાય છે. બજારમાં ગુલાબનાં ભાવ પણ વધી જાય છે, તેમ છતાં આ ખાસ દિવસે બજારમાં રોઝની ભારે ડિમાન્ડ રહેતી હોય છે.