આજે સમગ્ર દેશની આંખો ભીની છે. કારણ કે, સંગીતની દુનિયાના સૌથી જાણીતા લતા મંગેશકરે (Lata Mangeshkar) આ દુનિયાને હમેશા માટે અલવિદા કહી દીધું છે. Lata Mangeshkar ના નિધનના(death) સમાચાર મળતા જ સૌ કોઈ આઘાતમાં છે. મળતી માહિતી અનુસાર Lata Mangeshkar ને કોરોના થયો હતો. કોરોનાથી(Corona) સંક્રમિત થયા બાદ તેને મુંબઈની(Mumbai) બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં(Breach Candy Hospital) દાખલ કરવામાં આવ્યા હતા.
બહુ ઓછા લોકો જાણે છે કે, સુરોની મલ્લિકા Lata Mangeshkar એ 5 વર્ષની નાની ઉંમરે જ ગાવાનું શરૂ કર્યું હતું. પરંતુ જ્યારે Lata Mangeshkar એ પ્લેબેક સિંગર તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ત્યારે તેમને તે સમયે રિજેક્ટ કરવામાં આવ્યા હતા. કારણ કે તે સમયે લતાનો અવાજ ઘણો પાતળો માનવામાં આવતો હતો.
માત્ર 6 જ મહિનાની ઉંમરે સંગીતને પ્રેમ
મંગેશકર પરિવારનું માનવું છે કે, લતા બોલતા પણ ન નહોતા શીખ્યા ત્યારે જ તેમના પરિવારને લાગ્યું હતું કે, લતા સંગીતની દુનિયામાં ખુબ આગળ વધશે. જાણવા મળ્યું છે કે, Lata Mangeshkar ના પિતા પંડિત દીનાનાથ મંગેશકર મંડપ પર બેસી સારંગી વગાડી રહ્યા હતા ત્યારે તેમની નજર નાની લતા પર પડી. 6 મહિનાની બાળકી મોઢામાં મુઠ્ઠીભર માટી નાખવાની હતી. તે જ દરમિયાન તેના પિતાએ પ્રેમથી ઠપકો આપવા માંગતા હતા. પરંતુ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે છોકરીએ સારંગીના તાર એ જ રીતે વગાડ્યા હતા જે રીતે તેના પિતા વગાડતા હતા. તે જોઇને પિતા મૌન રહી ગયા હતા.
લતા મંગેશકર ભલે આ દુનિયા છોડી ગયા હોવા છતાં લોકોના દિલમાં હંમેશા જીવંત રહેશે. તે અને તેના સુંદર ગીતો હંમેશા લોકોના દિલમાં જીવંત રહેશે, કારણ કે લતા મંગેશકરે પોતાના અવાજના જાદુથી લોકોના દિલમાં એક એવું ખાસ સ્થાન બનાવ્યું છે જે ક્યારેય ભૂંસી શકાય તેમ નથી.
Lata Mangeshkar નું પહેલું ગીત કેમ રિલીઝ ન થયું?
આપણે સૌ જાણીએ જ છીએ કે, લતા મંગેશકરે હજારો ગીતો ગાયા છે. પરંતુ તેમના દ્વારા ગાયેલું પહેલું ગીત ક્યારેય રિલીઝ થયું ન હતું. આ ગીતનું નામ હતું ‘નાચુ યા ગડે, ખેલુ સારી માની હૌસ ભારી’. મળતી માહિતી અનુસાર આ ગીત સદાશિવરાવ નેવરેકરે 1942માં મરાઠી ફિલ્મ ‘કિટ્ટી હસ્ટલ’ માટે કમ્પોઝ કર્યું હતું. આ ગીત લતાના અવાજમાં ડબ કરવામાં આવ્યું હતું પરંતુ ફિલ્મના અંતિમ કટમાં તેને પડતું મૂકવામાં આવ્યું હતું. તેથી જ તે ગીત ક્યારેય રિલીઝ થઈ શક્યું નહીં.
ત્યારબાદ Lata Mangeshkar દ્વારા રજૂ કરવામાં આવેલ ગીત “નતાલી ચૈત્રાચી નવલાઈ” હતું જે દાદા ચંદેડકરે કમ્પોઝ કર્યું હતું. આ ગીત 1942માં મરાઠી ફિલ્મ પહેલી ‘મંગલા-ગૌરમાં’ લેવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં લતાજીએ અભિનેત્રી તરીકે પણ નાની ભૂમિકા ભજવી હતી તેવું જાણવા મળ્યું છે. આ લતા મંગેશરનું પહેલું હિન્દી ગીત હતું, ‘અબ બારી આતી હૈ’, જે 1946ની ફિલ્મ ‘આપકી સેવા મેં’ શરૂ થયું હતું. આમાં લતાએ ગીત ગાયું, જેની શરુઆત હતી, “પા લગૂન કર જોરી”.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.