શા માટે લગ્ન લેખન વગર ના કરવા જોઈએ લગ્ન, જાણો શું કહે છે જ્યોતિષી

Hindu marriage: લગ્ન સંસ્કાર વડે યુવક-યુવતીનું નવું સઃજીવન શરૂ થાય છે, શિક્ષા અવસ્થામાંથી સહજીવન જીવી સંસ્કૃતિ, પરંપરા, વંશ, કુળવૃદ્ધિ તરફ પ્રયાણનો માર્ગ છે. તેમાં તેમની સમાજ પ્રત્યેની ફરજ જીવન પ્રત્યેની નિષ્ઠા શરૂ થાય છે. એટલે જ લગ્નને એક સંસ્કાર (Hindu marriage) ગણવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે લગ્નમાં થનારી દરેક વિધિની પાછળ એક માન્યતા હોય છે. ત્યારે શું તમે જાણૉ છો કે લગ્ન પહેલા લગ્ન લખાણ શા માટે કરવામાં આવે છે…

શા માટે લગ્ન લખાણ કરવામાં આવે છે
આપણે ત્યાં લગ્નમાં લગ્ન મુહૂર્તનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે લગ્ન માટે સ્થિર લગ્ન મુહૂર્ત ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. સ્થિર લગ્ન મુહૂર્તમાં લગ્ન થવાથી વૈવાહિક જીવન માટે શુભ હોય છે. લગ્નમાં તિથિ કરતાં લગ્ન મુહૂર્ત વધુ જોવું જોઈએ.

તો જ લગ્ન સંપન્ન માનવામાં આવે છે. આ સાથે જ લગ્ન લખાણનું એક બીજું કારણ એ છે કે લગ્નમાં સૌથી પૂજનીય દેવને ગણપતિ દેવને માનવામાં આવે છે. તો લગ્ન લખાણ કરીને ગણપતિની પૂજા કરી અપને તેમને પહેલા આમંત્રણ પાઠવીએ છીએ.

ગણેશ પૂજા
ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય કહેવામાં આવે છે. કારણ કે દરેક શુભ અને મંગલ કાર્યમાં પહેલા તેમની પૂજા કરવામાં આવે છે. લગ્નની વિધિ શરૂ કરતા પહેલા જ વર-વધૂ બંનેના ઘરમાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી લગ્નની વિધિઓમાં બાધાઓ આવતી નથી અને બાપ્પાની કૃપાથી, ધાર્મિક વિધિઓ નિર્વિઘ્ન રીતે પૂર્ણ થાય છે.

પીઠી
લગ્ન પહેલા હલ્દી સેરેમની કરવા પાછળ એવી માન્યતા છે કે તેનાથી વર-વધૂનો ચહેરો ખીલી ઉઠે છે. સાથે જ ધાર્મિક દ્રષ્ટિથી હળદરને શુભ માનવામાં આવે છે. તેથી જ લગ્ન જેવા શુભ કાર્યો દરમિયાન પીઠીની વિધિ ખૂબ જ મહત્વપૂર્ણ છે.