અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરનાર લોકો માટે લાલબતી સમાન કિસ્સો: પતિને મોક્ષ અપાવવાના બહાને વિધવા મહિલા સાથે કર્યું એવું કે…

હાલમાં એવા ઘણા કેસો સામે આવી રહ્યા છે જેમાં લોકો અંધશ્રદ્ધામાં આવીને મુસીબતને આમંત્રણ આપતા હોય છે. તાંત્રિકો તેમના તંત્ર મંત્રથી લોકોને પોતાની જાળમાં ફસાવીને ખાસ કરીને મહિલાઓ સાથે ગંદા કાર્ય કરતા હોય છે. આ દરમિયાન ફરી એક એવો કેસ સામે આવ્યો છે જેમાં વિધવા મહિલા સાથે એક તાંત્રિકે વિધિ કરવામાં બહાને દુષ્કર્મ આચર્યું હતું.

વારંવાર છેતરપિંડીની ઘટનાઓ બાદ પણ ઘણી મહિલાઓ આવી જ કોઈ ઘટનાનો શિકાર બની જતી હોય છે ત્યારે હવે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખા પાર કરીને મહિલા શિકાર બની ગઈ છે.

હાલ ભરૂચમાં વિધવા મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. વિધિ કરવાના બહાને મહિલા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. પતિની આત્માને મોક્ષ આપવા વિધિના બહાને મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, વિધવા મહિલા પાસેથી આરોપીઓએ 33 લાખ પડાવ્યા છે.

આ અંગે ફિલિપ રેમન્ડ, ડિમ્પલ વિક્રમસિંહ કૂંપાવત સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, વિધિના બહાને મહિલાને દમણ લઇ જઇ મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ અંગે પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *