આણંદમાં સરકારી સહાયના નામે વિધવા મહિલા પાસેથી મોટી છેતરપિંડી- આરોપી મહિલાનો કાળો ઈતિહાસ જોઈ પોલીસ પણ ચોંકી

ગુજરાત (Gujarat) રાજ્યના અમદાવાદ (Ahmedabad) શહેર માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) દ્વારા એક મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી મહિલા વિધવા સહાય અપાવવાના બહાને મહિલાઓ પાસેથી સોનાના દાગીના પડાવી લેતી હતી. આ આરોપી મહિલા અગાઉ પણ આ જ મોડેસ ઓપરડી થી અનેક ગુનાઓને અંજામ આપી ચુકી છે.

આ આરોપી મહિલા મૂળ આણંદની રહેવાસી છે. હાલમાં જ સૈયદાબીબી ઉર્ફે સલમા એ અમદાવાદમાં સાબરમતી વિસ્તાર અને પોલીસ સ્ટેશનમાં વિધવા મહિલાઓને પોતાના શિકાર બનાવીને દાગીના પડાવી લીધા હતા. આરોપી મહિલાએ ભુજમાં પણ આ જ મોડેશ ઓપરેન્ડી થી એક વિધવા મહિલાને તેના ઝાળમાં ફસાવી ને સોના ચાંદીની વસ્તુઓ પડાવી લીધી હતી. ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૈયદાબીબી વિરુદ્ધ ફરિયાદ નોધાય હતી.

ક્રાઈમ બ્રાન્ચની ટીમને તપાસ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે સૈયદાબીબી પઠાણ આણંદના ઉમરેઠમા રહે છે. આ માહિતીને આધારે પોલીસે ઉમરેઠના દાગજીપુરા ગામમાંથી તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ પોલીસે આરોપી મહિલા સાથે પૂછપરછ કરી હતી અને ત્યારે તેને તમામ ગુના કબુલ્યા હતા. અમદાવાદમાં આવેલા ભદ્રકાળી માતા મંદિર પાસે એક વિધવા મહિલાને સહાય આપવાની લાલચે તેના દાગીના લઇ લીધા હતા.

આ મહિલા કોઈપણ વિધવા મહિલાને સહાય અપાવવાના નામે બીજા જિલ્લાની હોટલમાં કે ઘરમાં બેસાડતી અને અધિકારી ઇન્સ્પેક્શનમાં આવશે ત્યારે ગરીબ હોવાનું દેખાડવાના બહાને વિધવાના દાગીના ઉતરાવાનું કહેતી અને દાગીના લઈને ફરાર થઈ જતી.

આટલુ જ નહી પોલીસે આરોપી મહિલાનો ઇતિહાસ ચકાસ્યો ત્યારે અત્યાર સુધીમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં 25 થી પણ વધુ ગુનાઓ આ મહિલા વિરુદ્ધ નોધવામાં આવી છે. આ મહિલા ત્રણ વખત પાછા હેઠળ સજા પણ ભોગવી ચુકી છે. હાલ પોલીસ અન્ય કોઈ મહિલા આવી રીતે છેતરાય હોઈ તો નજીકના પોલીસ સ્ટેશનમાં પૂછ-પરછ કરી રહી છે. પોલીસે ત્રણ ગુનાનો ભેદ ઉકેલી મહિલાઓને આવા છેતરપિંડી કરતા લોકોથી ચેતવ્યા છે. તપાસ દરમિયાન સૈયદાબીબીના અન્ય કેટલા કૌભાંડો સામે આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *