અ’વાદમાં પરણીતાએ ચાર વર્ષના દીકરા સાથે સાબરમતીમાં ઝંપલાવ્યું- પતિ દરરોજ જેઠાણી સાથે કરતો હતો…

ગુજરાત (Gujarat) રાજ્યમાં આપઘાતના કિસ્સામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. હાલ અમદાવાદ (Ahmedabad) થી એક એવી જ ઘટના સામે આવી છે. એક 30 વર્ષની…

ગુજરાત (Gujarat) રાજ્યમાં આપઘાતના કિસ્સામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. હાલ અમદાવાદ (Ahmedabad) થી એક એવી જ ઘટના સામે આવી છે. એક 30 વર્ષની મહિલા તેના 4 વર્ષના પુત્ર સાથે સાબરમતી નદીમાં ઝંપલાવીને મોતને વ્હાલું કરી લીધું છે.

મૃતક મહિલાના પતિને તેની જેઠાણી સાથે આડસંબંધ હતા. અને તેથી બબને અલગ થઇ ગયા હતા. મહિલાના પતિએ કોર્ટમાં બાળકની બે દિવસની કસ્ટડી મેળવી લીધી હતી. ત્યારે તેના પતિએ કહ્યું કે, હું કાયમ માટે બાળકને મારી સાથે જ રાખી લઈશ. અને આ વાતના ડરથી મહિલાએ બાળક સાથે આપઘાત કરી લીધો છે.

ભાનુમતી વાઘેલા તેના ચાર વર્ષના દીકરા પ્રિયાંશ સાથે સાબરમતી રિવરફ્રન્ટ પાસેથી બેગ અને મોબાઈલ મૂકીને નદીમાં કુદી હતી. આ ઘટના માં માતા અને પુત્ર બંનેનું મોત થયું છે. પોલીસને ઘટનાની જાણ થતા તરત જ ઘટના સ્થળે આવી પહોચી હતી અને મોતનો ગુનો નોંધ્યો હતો.

ભાનુમતીના પિતા વજુભાઈ વાઘેલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા કહ્યું કે, ભાનુમતીના પતિ મહેશના તેની જેઠાણી હંસાબેન સાથે આડસંબંધ હતા. ભાનુમતીએ અગાઉ પણ એક વાર પતિ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોધાવી હતી. સાથે સાથે કોર્ટમાં ભરણપોષણ માટેનો કેસ પણ નોધાવ્યો હતો.

ભાનુમતી પતિને છોડીને અલગ પિયરમાં રહેતી હતી. પ્રિયાંશનો જન્મદિવસ હતો અને તેથી મહેશે કોર્ટમાં બે દિવસની કસ્ટડી માટે અરજી કરી હતી. કોર્ટે આ અરજીને મંજુરી આપી હતી. અને ત્યારે મહેશે કહ્યું હતું કે, હું કાયમ માટે પ્રિયંશનો કબજો મેળવી લઈશ.

તારે મરવું હોય તો મરી જા મને તારથી કોઈ ફરક પડતો નથી. અને આ વાત લાગી આવતા ભાનુમતીએ આવું પગલું ભર્યું હતું. પોલીસે ભાનુમતીના પતિ મહેશ અને જેઠાણી હંસા વિરૂદ્ધ આપઘાત માટે દૂષપ્રેરિત કરવાનો ગુનો નોધ્યો છે અને તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *