વિડીયો / ગર્લફ્રેન્ડ સાથે કડવા ચોથની ખરીદી કરી રહ્યો હતો પતિ, પત્નીએ રંગેહાથ ઝડપ્યો અને પછી…

વાયરલ(Viral): હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયા(Social media)માં વાયરલ થઇ રહ્યો છે. ખરેખર આ વિડીયો(Viral video) બોલિવૂડ ફિલ્મના એક દ્રશ્યથી ઓછું નથી, જ્યારે ગાઝિયાબાદ(Ghaziabad)ના ભર બજારમાં એક મહિલાએ તેના પતિને માર માર્યો હતો. કારણ કે પતિ તેની ગર્લફ્રેન્ડ સાથે કડવા ચોથના દિવસે શોપિંગ કરતાં ઝડપાયો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પત્નીએ કેટલાક લોકો સાથે મળીને પતિનો કોલર પકડીને માર માર્યો હતો અને જેને કારણે સ્થળ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જ્યારે પુરુષની ગર્લફ્રેન્ડ તેનો બચાવ કરવા લાગી તો બધાએ મળીને તેને મારવાનું શરૂ કરી દીધું. જ્યાં આ ઘટના બની હતી, ત્યાં દુકાનદાર ‘બહાર, બહાર’ બૂમો પાડતો સાંભળી શકાય છે કારણ કે તે તેમને દુકાનની બહાર લડવાનું કહે છે. પત્નીએ પણ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલમાં તો આ મામલા અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

એક રિપોર્ટ્સ અનુસાર, પતિ સાથે ઝઘડા બાદ પત્ની તેના માતા-પિતા સાથે રહેતી હતી. તે તેની માતા સાથે કડવા ચોથ પર ખરીદી કરવા આવી હતી. પછી તેણે તેના પતિને બીજી સ્ત્રી સાથે જોયો.

કડવા ચોથ એક હિંદુ તહેવાર છે, જે મોટાભાગે દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં ઉજવવામાં આવે છે. વિવાહિત મહિલાઓ આ દિવસે વ્રત રાખે છે અને તેમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. કડવા ચોથ કૃષ્ણ પક્ષના ચોથા દિવસે દિવસે ઉજવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *