પરણીતાએ એક હોટલની બહાર પ્રેમિકા સાથે વાત કરતા પતિને રંગે હાથે પકડ્યો હતો. ત્યાર બાદ, પત્નીનો ગુસ્સો એટલો વધી ગયો કે તેણે પોતાની સૂઝ-બુજ ગુમાવી દીધી અને પતિની પ્રેમિકાને પકડી ઢોર માર મારવા લાગી હતી. આ સમયે ઘટના સ્થળે લોકોની ભીડ એકઠી થઈ હતી. કોઈએ આ હાઈ વોલ્ટેજ ડ્રામાનો વીડિયો બનાવ્યો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
એવું કહેવામાં આવે છે કે, મહિલાને શંકા હતી કે પતિ કોઈની સાથે વાત કરી રહ્યો છે, પરંતુ તે આ બધી વાતોને ધ્યાનમાં લેતી ન હતી. આ દરમિયાન તેને શંકા હતી કે પતિ એક છોકરી સાથે ફરતો હતો. તેણે તેના પતિની જાસૂસી કરવાની શરૂ કરી. પછી જ્યારે પતિ ઘરની બહાર નીકળ્યો, ત્યારે તેની પત્ની પણ તેની પાછળ જવા લાગી.
તે મહિલા તેના પતિની પાછળ-પાછળ ઔરંગાબાદમાં રહેલી હોટલ કાર્તિકી ચોક પાસે પહોંચી. ત્યાં તેણે પતિને પ્રેમિકા સાથે વાત કરતા જોઈ લીધા હતા. આ દૃશ્ય જોઈને તે ખુબ ગુસ્સાથી લાલ થઈ ગઈ અને તેના પતિની સામે તેની પ્રેમિકાને ઢોર માર મારવા લાગી હતી.
વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, મહિલાએ દોડીને તેના પતિની પ્રેમિકાને પકડી લીધી હતી. પ્રેમિકા કારમાં બેસી ભાગી જવાનો પ્રયત્ન કરી રહી હતી પણ પત્નીએ પ્રેમિકાના વાળ પકડ્યા અને તેને મારવાનું શરૂ રાખ્યું. આ દરમિયાન, પતિ સતત પત્નીને મનાવવાની અને સાથે સાથે ગર્લફ્રેન્ડને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
આ નાટક લાંબા સમય સુધી જાહેરમાં રસ્તા પર ચાલતું રહ્યુ. પત્ની વારંવાર પોલીસને ફોન કરવાની ધમકી આપી રહી હતી, પરંતુ પતિ તેને સમજાવી રહ્યો હતો. ઘટના સ્થળ પર હાજર લોકોએ આ સમગ્ર મામલાનો વીડિયો બનાવ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.