માતા પ્રેમિ સાથે કઠંગી હાલતમાં હતી અને પુત્ર જોઈ ગયો- મમતા ભૂલી માતાએ જ દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો

મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પોતાના જ બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેની ભૂલ એ હતી કે, પુત્રએ તેની…

મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પોતાના જ બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેની ભૂલ એ હતી કે, પુત્રએ તેની માતાને તેના પ્રેમી સાથે વાંધાજનક સ્થિતિમાં જોઈ હતી. પોલીસે મહિલા અને તેના પ્રેમી બંનેની ધરપકડ કરી છે.

મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં હત્યાનો એક કિસ્સો  સામે આવ્યો છે, જેનાથી માતા અને પુત્રના સંબંધો પર કલંક લાગ્યો છે. અહીં પોલીસે સગીર બાળકની માતાની ધરપકડ કરી છે. માતાએ તેના જ બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

2 ઓગસ્ટના રોજ સમનાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર બાળકની હત્યા કરવામાં આવી હતી. પરિવારે મોતનું કારણ આપતા જણાવ્યું કે, તબિયત લથડતા સોનુનું મૃત્યુ થયું હતું. મૃત્યુ બાદ સોનુનો મૃતદેહ ઉતાવળમાં દફનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતકના કાકાને તેના ભત્રીજાના મોતની શંકા જતાં તેણે પોલીસને આ અંગે જણાવ્યું હતું અને તેની હત્યાની તેમને શંકા છે.

કોર્ટની પરવાનગી લઈને પોલીસે સગીરનો મૃતદેહ જમીન પરથી બહાર કાઢ્યો હતો અને તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે, તેનું મોત તબિયત લથડવાના કારણે નહી, પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમમાં બાળકના માથા પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા.

મળતી માહિતી અનુસાર, પોલીસે મૃતકની માતા અને તેના પ્રેમીને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી હતી. કડક પૂછપરછમાં બંનેએ હત્યાની કબૂલાત કરી અને કહ્યું કે દીકરાએ તેની માતા અને લાલ સિંહને વાંધાજનક હાલતમાં જોયા હતા. દીકરાને જોતા જ તેની માતાએ અને પ્રેમીએ તેના માથા પર લાકડીથી હુમલો કર્યો અને બાળકનું મોત થયું હતું. ત્યારબાદ લાશને જમીનમાં દાટી દીધી. હવે સંબંધને કલંકિત કરતી આ ઘટનામાં પોલીસે હાલમાં મૃતકની માતા અને તેના પ્રેમીની IPC ની કલમ 302 અને 201 હેઠળ ધરપકડ કરી છે અને કેસની તપાસ પણ શરુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *